For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મયપ્પન-કુંદ્રા દોષી, શ્રીનિવાસન નહીં લડી શકે BCCIની ચૂંટણી: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો આપી દીધો. 130 પેજના પોતાના આ નિર્ણયમાં બીસીસીઆઇના પૂર્વ ચીફ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનને સટ્ટેબાજીમાં દોષી માન્યા છે. કોર્ટે એન શ્રીનિવાસન પર આવનારી બીસીસીઆઇ ચીફની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે જણાવ્યું કે મયપ્પન અને કુંદ્રા બંને સટ્ટેબાજીમાં સામેલ હતા.

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં બીસીસીઆઇને ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે આરોપીઓની સજાનો નિર્ણય નિષ્પક્ષ કમિટિ કરશે જે બીસીસીઆઇ દ્વારા નહીં બનાવવામાં આવે. કોર્ટે આરોપીયોની સજાનો નિર્ણય કરવા માટે સુપ્રીમ કોર્ટના ત્રણ રિટાયર્ડ જજની કમિટિની નિમણૂક કરી છે. કોર્ટે જસ્ટિસ લોઢા, જસ્ટિસ રવિન્દ્રને આ કમિટિના સભ્યો બનાવ્યા છે.

srinivasan
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના તે અનુચ્છેદને પણ રદ્દ કરી દીધું છે જેમા હિતોના ટકરાવને પણ ખોટું નથી ગણવામાં આવ્યું. બીસીસીઆઇના અનુચ્છેદ 6.2.4ને રદ્દ કરીને કોર્ટે જણાવ્યું કે બીસીસીઆઇ ખુદ કોઇપણ મામલામાં જજ ના બની શકે. બીસીસીઆઇએ આ અનુચ્છેદમાં સંશોધન કરતા એક સાથે બે હોદ્દા પર બની રહેવાની અનુમતિ આપી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે રાજ કુંદ્રાના પક્ષને પણ સાંભળવામાં આવ્યો છે અને તેઓ એ ના કહી શકે કે તેમને સાંભળવામાં નથી આવ્યા. કોર્ટે જણાવ્યું કે બીસીસીઆઇના કાર્યક્રમ પબ્લિક ઇંટરેસ્ટમાં છે એવામાં તેની ગતિવિધિઓ અનુચ્છેદ 226 હેઠળ આવવી જોઇએ. કોર્ટે જણાવ્યું કે બીસીસીઆઇની ગતિવિધિઓને કોર્ટમાં પડકારવામાં આવી ચૂકી છે.

ત્યાંના પૂર્વ બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસનને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે જણાવ્યું કે શ્રીનિવાસનની વિરુદ્ધ આ મામલામાં લોકોને બચાવવાના આરોપ સિદ્ધ નથી થતા. જ્યારે કોર્ટે એ માન્યું છે કે ચેન્નઇ સુપર કિંગ્સ ટીમનો ભાગ બની રહેવાની સાથે બીસીસીઆઇના પ્રમુખ બની રહેવું યોગ્ય નથી. એવામાં તેમણે આ બંનેમાંથી એકની પસંદગી કરવી પડશે.

English summary
Supreme courts giver it verdict says that Gurunath is N Srinivasans son-in-law and is guilty of betting. He is a team official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X