For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup 2022 : આ 6 ટીમ જીતી ચુકી છે ટાઈટલ, આ ટીમ ભારત માટે મોટો ખતરો!

T20 વર્લ્ડ કપ 2022 માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતે વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડ્યો હતો. હવે 15 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા રોહિતની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડ કપ 2022 માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતે વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડ્યો હતો. હવે 15 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા રોહિતની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ ભારતીય ટીમે સાવધાન રહેવાની જરૂર છે. આ ટીમો ભારત માટે મોટો ખતરો બની શકે છે.

પ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતની ધમાકેદાર જીત

પ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતની ધમાકેદાર જીત

પ્રથમ T20 વર્લ્ડ કપ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. અહીં ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટન્સીમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું.

2009માં શ્રીલંકા પાકિસ્તાનને હરાવ્યુ

2009માં શ્રીલંકા પાકિસ્તાનને હરાવ્યુ

પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને 2009 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઇનલમાં પાકિસ્તાનનો 8 વિકેટે વિજય થયો હતો. તિલકરત્ને દિલશાને શ્રીલંકા માટે આખી ટૂર્નામેન્ટમાં 317 રન બનાવ્યા હતા.

2010માં ઈંગ્લેન્ડે કબ્જો કર્યો

2010માં ઈંગ્લેન્ડે કબ્જો કર્યો

વર્ષ 2010માં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડે ફાઈનલ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ માટે કેવિન પીટરસને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદા પ્રદર્શન કર્યુ હતું.

વેસ્ટ ઈન્ડિઝ બે વખત ટાઈટલ જીતી ચુક્યુ છે

વેસ્ટ ઈન્ડિઝ બે વખત ટાઈટલ જીતી ચુક્યુ છે

ક્રિકેટની દુનિયામાં વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે વર્ષ 2012માં શ્રીલંકાને હરાવ્યું હતું. જે બાદ વર્ષ 2016 માં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માને સાવધાન રહેવાની જરૂર છે. વિન્ડીઝ પાસે હાર્ડ હિટર બેટ્સમેન છે, જે સિક્સર માટે પ્રખ્યાત છે.

2014માં ભારતને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

2014માં ભારતને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

2014ના T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની પીચો હંમેશા સ્પિનરોને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં ફાઈનલ મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે યોજાઈ હતી. જ્યાં શ્રીલંકાનો 6 વિકેટે વિજય થયો હતો.

2021માં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી

2021માં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી

વર્ષ 2021નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયો હતો. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

English summary
T20 World Cup 2022: These 6 teams have won the title, this team is a big threat for India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X