For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : હાર્દિક પંડ્યાએ BCCI ના વખાણ કર્યા, જાણો શું છે પુરો મામલો!

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. બીસીસીઆઈએ જે રીતે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ શરૂ થવાના 17 દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા મોકલી છે તેનો ફાયદો ટીમને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતે સ્વીકાર્યું છે કે BCCI અને મેનેજમેન્ટે ખૂબ સારું પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલિયામાં ટીમની તૈયારીઓ અંગે હાર્દિકે કહ્યું હતું કે અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ, અમે અહીંની પરિસ્થિતિઓને અનુરૂપ પોતાને અનુકૂળ કરી રહ્યા છીએ.

Hardik Pandya

હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું હંમેશા ઓસ્ટ્રેલિયા આવીને ઉત્સાહી છુ. અહીં આવતા પહેલા અમને તૈયારી કરવા માટે ઘણો સમય મળ્યો. હું હંમેશા માનતો આવ્યો છું કે જો કોઈને પ્રેક્ટિસ માટે યોગ્ય વાતાવરણ અને સમય મળે તો વ્યક્તિગત રીતે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. તે માત્ર મારા માટે જ નહીં પરંતુ ટીમ માટે ખૂબ જ સારું છે, અમે વર્લ્ડ કપ શરૂ થવાના 17 દિવસ પહેલા અહીં છીએ. અમે અમારી જાતને અહીંના વાતાવરણમાં ઢાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અહીંના હવામાન અને વાતાવરણ પ્રમાણે આપણે આપણી જાતને ઘડી રહ્યા છીએ. તમામ શ્રેય BCCI અને મેનેજમેન્ટને જાય છે, જેમણે અમને આ તક આપી.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, વર્લ્ડકપ પહેલા અમે દરેક રીતે પોતાની જાતને તૈયાર કરવા માંગીએ છીએ, જેથી આવનારી મેચોમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. પ્રેક્ટિસ મેચોમાં મારા પ્રદર્શનથી હું ઘણો સંતુષ્ટ છું. હું કેટલા રન બનાવી રહ્યો છું તે મહત્વનું નથી, પરંતુ મેદાન પર હું કેવું વલણ અપનાવું છું તે મારા માટે ઘણું મહત્વનું છે. હું કઈ પરિસ્થિતિઓમાં રમી રહ્યો હતો, મેં પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળી, મોટાભાગના બોલ મારા બેટની વચ્ચે આવે છે, તે મારા માટે ઘણું મહત્વનું છે. પ્રેક્ટિસના સંદર્ભમાં તે મારા માટે ખૂબ જ સકારાત્મક રહ્યું છે.

મારું માનવું છે કે, જો તમે ઑસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરો છો, તો તમે અહીંના વાતાવરણને અનુરૂપ બની શકો છો. તમે ઘણા રન બનાવી શકો છો. ઝડપી બોલર તરીકે તમે ઘણું સારું કરી શકો છો. જો ખેલાડી જવાબદારી લેવા તૈયાર હોય અને પડકાર સ્વીકારે તો પરિસ્થિતિ તમારા પક્ષમાં થઈ શકે છે. હું ભગવાનનો આભાર માનું છું કે મારી ફિટનેસમાં ઘણો સુધારો થયો છે, હું ફિલ્ડિંગમાં ખૂબ સારો દેખાવ કરી શક્યો છું. હું ફિલ્ડિંગમાં થોડો વધુ સમય પસાર કરી શકું છું. હું અઘરા કેચ પકડવામાં સારો દેખાવ કરી રહ્યો છું. અહીં હું આ વસ્તુઓને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું.

English summary
T20 World Cup: Hardik Pandya praises BCCI, know what's the whole story!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X