ટીમ ઇન્ડિયાના લૉજિસ્ટિક મેનેજરની હકાલપટ્ટી
નવી દિલ્હી, 30 માર્ચ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાઇકોર્ટના આદેશ પર પહેલી કાર્યવાહી કરતા ઇન્ડિયા સીમેન્ટ સાથે જોડાયેલ ટીમ ઇન્ડિયાના લૉજિસ્ટિક્સ મેનેજર એમએ સતીશની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
હાઇકોર્ટે ઇન્ડિયન પ્રીમયર લીગમાં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીના મામલાની સુનવણી કરતા એન. શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સીમેન્ટ્સના અધિકારીઓને હવે પછીના નિર્દેશ સુધી બીસીસીઆઇની પ્રક્રિયાઓથી દૂર રાખવાનો આદેશ આપ્યો હતો.

બાબાએ જણાવ્યું છે કે એમએ સતીશ ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશે અને તેમનું સ્થાન લેનાર વ્યક્તિ ટીમ સાથે જોડાશે. સપ્તાહના અંત બાદ સતીશનું સ્થાન લેનાર વ્યક્તિને વિઝા મળવામાં મોડું થઇ રહ્યું છે.












Click it and Unblock the Notifications
