Tokyo 2020: ભારતની પુરુષ હૉકીમાં શાનદાર જીત, 41 વર્ષ બાદ ફરીથી મેળવ્યો ઓલિમ્પિક મેડલ
ટોક્યોઃ કાંસ્ય પદક માટે ભારતીય પુરુષ હૉકીનો મુકાબલો જર્મની સાથે થયો જ્યાં ટીમ ઈન્ડિયાએ પોતાના સ્વર્ણિમ ઈતિહાસને ફરીથી લખીને 41 વર્ષ બાદ પોતાનો ઓલિમ્પિક મેડલ જીતી લીધો છે. 1980માં ભારતે ગોલ્ડ જીત્યો હતો ત્યારથી હૉકીનુ સ્તર ભારતમાં પહેલા જેવુ નહોતુ રહ્યુ અને આપણે મેડલ માટે માત્ર રાહ જોતા રહ્યા પરંતુ હવે ફરીથી એ જ ક્રેઝ, એ જ જાદૂ એક વાર ફરીથી જોવા મળી રહ્યો છે. ભારતે કાંસ્ય પદકના આ મુકાબલામાં જર્મનીને 5-4થી મ્હાત આપી દીધી.
આ મેચ હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો અને જે રીતે 4 ઓગસ્ટે પહેલા રવિ કુમારે જબરદસ્ત વાપસી કરી હતી એવી જ કમાલ ભારતીય હૉકી ટીમે બતાવી જેના કારણે આ મેડલ વધુ શાનદાર થઈ ગઈ છે. એક સમયે 1-3થી પાછળ રહેલી ભારતીય ટીમે ઉત્કૃષ્ટ રીતે મેચ ફિનિશ કરીને બતાવી દીધુ. મેચની શરૂઆત ભારત માટે ખરાબ રહી કારણકે શરૂઆતની દોઢ મિનિટની અંદર જર્મનીએ પેનલ્ટી કૉર્નર દ્વારા ગોલ કરીને ટીમ ઈન્ડિયાને 0-1થી પાછળ કરી દીધુ. પરંતુ ત્યારબાદ ભારત તરફથી શાનદાર વળતો હુમલો જોવા મળ્યો અને જલ્દી એક પેનલ્ટી કૉર્નર પણ મેળવી લીધો. જો કે આ ગોલમાં ન ફેરવાઈ શક્યો. ભારતને આ હાર ભારે પડી કારણકે જર્મનીએ ફરીથી શાનદાર ડિફેન્સ બતાવ્યુ અને પહેલુ ક્વાર્ટર હૉકી ઈન્ડિયા વિરુદ્ધ રહ્યુ. આ દરમિયાન સર્કર પેનિટ્રેશનમાં 6 વાર જર્મની ગયુ જ્યારે ભારત માત્ર 2 વાર જ આવુ કરી શક્યુ.
જર્મનીએ પહેલા ક્વાર્ટરની શરૂઆત એટેકથી કરી અને અંત પણ આમ જ કર્યો. પેનલ્ટી કૉર્નરના કારણે લાંબા ખેંચાયેલા પહેલા ક્વાર્ટમાં જર્મની 1-0થી આગળ રહ્યુ. પરંતુ આ બીજા ક્વાર્ટની શરુઆત હતી જે ભારતને મન માંગી મળી ગઈ. સિમરનજીતે 1-1થી બરાબરી કરી અને કોચ ગ્રાહમ રીડ ડગઆઉટમાં ખુશીથી ઉછળી પડ્યા. અહીં ભારત માટે મેચ ખુલી ગઈ. પરંતુ આ ખુશી વધુ ટકી નહિ. જર્મનીનો એટેક ચાલુ રહ્યો અને તેને એનો ફાયદો મળતો રહ્યો. એક ગોલ ભારત સામે કરતા જ જર્મની 2-1થી આગળ થઈ ગયુ.
બીજા ક્વાર્ટનો રોમાંચ અહીં સમાપ્ત ન થયો કારણકે જર્મનીનુ જબરદસ્ત પ્રદર્શન ચાલુ રહ્યુ અને સતત એટેકની કોશિશ કરી રહેલી આ ટીમને ખુદ ભારતીય ખેલાડીઓએ ગોલ કરવાનો મોકો આપ્યો. કમાલની ગોલ સ્કીલ બતાવીને ભારતીય ખેલાડી પાસેથી બોલ છીનવીને પળ વારમાં જ ગોલ કરી દીધો અને જર્મની 3-1થી આગળ થઈ ગઈ. ત્યારબાદ તરત જ ભારતને એક પેનલ્ટી કૉર્નર મળ્યોજે હાર્દિક સિંહ દ્વારા ગોલમાં ફેરવાયો અને ફરીથી એક પેનલ્ટી કૉર્નર મળ્યો અને આ વખતે સ્કોર બરાબર થઈ ગયો. આ હરમનપ્રીતનો શ્રેષ્ઠ ગોલ રહ્યો. આ સાથે જ એક્શનથી ભરપૂર બીજુ ક્વાર્ટ સમાપ્ત થઈ ગયુ.
ત્રીજા ક્વાર્ટર ફરીથી શરુઆતમાં ગોલ લઈને આવ્યુ. અહીં ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેના પર રુપિંદર સિંહે ચોથો ગોલ માર્યો. આ ગોલે કાંસ્ય પદક મેચમાં ભારતને 4-3થી આગળ કરી દીધુ. પરંતુ આ સિમરનજીતનો આગલો ગોલ હતો જેણે ગજબની ફીલ્ડ ગોલ્ડ કરીને ભારતની લીડને 5-3 કરી દીધી. આ સાથે જ ત્રીજો ક્વાર્ટર પણ સમાપ્ત થઈ ગયો. પરંતુ કાંસ્ય પદક જીતવો સરળ નહોતુ કારણકે ચોથુ ક્વાર્ટર તરત ગોલ લઈને આવ્યુ. જર્મનીએ એક ગોલ કરીને ભારતની લીડ 5-4 કરી દીધી. ભારતને ગોલ કરવાનો એક સરળ મોકો મળ્યો પરંતુ મનદીપ તેને ગોલમાં ન ફેરવી શક્યા. મેચની અંતિમ ક્ષણોમાં શ્વાસ ઉપર-નીચે થતા રહ્યા. 3 મિનિટથી ઓછા સમય બાકી રહ્યો ત્યારે જર્મનીએ પેનલ્ટી કૉર્નર મેળવ્યો પરંતુ ભારતે ગોલ ન આપ્યો. ત્યારબાદ જર્મન ખેલાડીઓને મોકો ન આપ્યો અને 41 વર્ષ બાદ ભારતીય રમતોમાં હૉકીએ ફરીથી વાપસી કરીને કાંસ્ય પદક મેળવી લીધો.