For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: પિસ્ટલ શૂટિંગમાં ભારતનુ અભિયાન સમાપ્ત, મનુ ભાકર 25મી ફાઈનલમાં ન પહોંચી

ઓલિમ્પિક 2020માં ભારત માટે શૂટિંગ ખરાબ રીતે હતાશ કરનારુ અભિયાન સાબિત થયુ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ઓલિમ્પિક 2020માં ભારત માટે શૂટિંગ ખરાબ રીતે હતાશ કરનારુ અભિયાન સાબિત થયુ છે. પહેલા જ પિસ્ટલ શૂટિંગના 10 મીટર અભિયાનથી બહાર થઈ ચૂકેલુ ભારત હવે 25 મીટર પિસ્ટલમાં પણ ફાઈનલમાં ક્વૉલિફાઈ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. આનો અર્થ એ છે કે ઓલિમ્પિક પિસ્ટલ શૂટિંગમાં ભારતનુ અભિયાન સમાપ્ત થઈ ચૂક્યુ છે. 25 મીટર પિસ્ટલના રેપિડ સ્ટેજમાં મનુ ભાકરે 290 સ્કોર કર્યો જેના કારણે તેણે કુલ 582 (પ્રિસિઝનમાં 292 અને રેપિડમાં 290 શૉટ) આપ્યા. તે મહિલાઓની 25 મીટર પિસ્ટલ ફાઈનલમાં જગ્યા બનાવી શકી નહિ.

manu bhaker

ટૉપ 8માં રહેવા માટે 584 રન જોઈતા હતા. જ્યારે રાહી સરનોબત પહેલા જ બહાર થઈ ગઈ. તેણે માત્ર 573નો સ્કોર કર્યો. મનુ ભાકર કુલ મળીને 15માં નંબરે રહી. માત્ર ટૉપ-8 સ્થાનોની જ ફાઈનલ માટે ટિકિટ મળે છે. સતત બીજી ઓલિમ્પિક રમતોમાં ભારતના પિસ્ટલ નિશાનેબાજ મેડલ વિના સ્વદેશ પાછા આવ્યા. સૌરભ ચૌધરી એકમાત્ર ભારતીય હતા જેણે ટોક્યો રમતોમાં પિસ્ટલ શૂટિંગ સ્પર્ધાના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સૌરભ, મનુ ભાકર અને અભિષેક વર્મા જેવા ખેલાડીઓથી ઘણી આશા હતી પરંતુ આ બહુ મોટી નિરાશા છે.

હવે શૂટિંગમાં ભારત માટે માત્ર રાઈફલના અમુક ઈવેન્ટ બચ્યાછે. કોરોના વાયરસ ફેલાતા પહેલા મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ બહુ આશા વ્યક્ત કરી હતી પરંતુ તે ઓલિમ્પિકના દબાણને ઓળખવામાં સ્પષ્ટ રીતે નિષ્ફળ રહ્યા. તે સિંગલ સાથે-સાથે મિક્સ ઈવેન્ટમાં પણ નિષ્ફળ રહ્યા. આજ સ્થિતિ બાકીનાઓની પણ રહી. નેશનલ રાઈફલ એસોસિએશ ઑફ ઈન્ડિયાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે તે આ બધી હારનુ એસેસમેન્ટ કરશે અને ત્યારબાદ જે પણ નિચોડ નીકળશે તેના હિસાબે પગલા લેવામાં આવશે.

English summary
Tokyo 2020: Manu Bhaker fails to reach 25m final, India's campaign in pistol shooting ends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X