For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 - PM મોદીએ જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને આપી શુભકામનાઓ

વડાપ્રધાન મોદીએ શબ્દો થકી ખેલાડીઓમાં સકારાત્મ ઉર્જામાં વધારો કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિકનો ઉદ્દઘાટન સમારોહ શુક્રવારના રોજ હતો. ભારતના વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને ઓલિમ્પિકના સફળ સંચાલન માટે શુભેચ્છા પ

|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જતા ભારતીય એથલીટ્સ સાથે વાત કરી હતી. જેમાં તેમણે ખેલાડીઓની તેમની પ્રશંસા કરી હતી. આ સાથે તેમને શુભેચ્છાઓ અને મોટીવેશનની ભાવના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ શબ્દો થકી ખેલાડીઓમાં સકારાત્મ ઉર્જામાં વધારો કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિકનો ઉદ્દઘાટન સમારોહ શુક્રવારના રોજ હતો. ભારતના વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને ઓલિમ્પિકના સફળ સંચાલન માટે શુભેચ્છા પાઠવી હતી.

Tokyo Olympics 2020

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની ઇવેન્ટ્સ ઉદ્દઘાટન સમારોહ બાદ શનિવારથી (24 જુલાઈ) સત્તાવાર રીતે પ્રારંભ થશે, પરંતું આર્ચરીમાં 4 ભારતીય આર્ચર્સ રેન્કિંગ રાઉન્ડમાં મેદાનમાં ઉતરી ચૂક્યા છે.

ઉદ્ઘાટન સમારોહ પહેલા સુગાને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને ટોક્યો ઓલિમ્પિક 2020 અને પેરાલિમ્પિક 2020 માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. આપણે સૌ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓના પ્રદર્શનના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ.

Tokyo Olympics 2020

આ અગાઉ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઇ રહેલી ભારતીય ટીમનું સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશની આશાઓ અને પ્રાર્થના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહેલી ભારતી ટીમ સાથે છે. હું તેમને તમામ ભારતીયો વતી શુભેચ્છા પાઠવું છું. મને ખાતરી છે કે, તમે શાનદાર પ્રદર્શન કરશો, ભારતનું ગૌરવ વધારશો.

ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક્સ બાદ તરત જ પેરાલિમ્પિક્સ યોજાય છે, જેનું આયોજન પણ ટોક્યોમાં જ કરવામાં આવશે.

English summary
Prime Minister Narendra Modi spoke to Indian athletes on their way to the Tokyo Olympics a few days ago. In which he praised the players. With this he expressed his best wishes and a spirit of motivation. Prime Minister Modi boosted the positive energy in the players through words. The opening ceremony of the Tokyo Olympics was on Friday. The Prime Minister of India Modi congratulated the Prime Minister of Japan Yoshihide Suga for the successful conduct of the Olympics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X