For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: જ્યારે હાર બાદ કોચે લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન ખેલાડીને કર્યુ પ્રપોઝ

જાપાનના ટોક્યો શહેરમાં ચાલી રહેલ ઓલિમ્પિક રમતોમાં એક પ્રેમ કહાની ચર્ચાનુ કેન્દ્ર બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ જાપાનના ટોક્યો શહેરમાં ચાલી રહેલ ઓલિમ્પિક રમતોમાં એક પ્રેમ કહાની ચર્ચાનુ કેન્દ્ર બની ગઈ છે. વાસ્તવમાં આર્જેન્ટીનાની ખેલાડી મારિયા બેલેન પેરેજ મૉરિસે સોમવારે વુમન્સ ઈવેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો પરંતુ તેછતાં તેના ચહેરા પર સ્મિત હતુ. બન્યુ એવુ કે મારિયાના કોચ લુકસ ગલર્મો સોસીડોએ મારિયાની હાર બાદ તેને લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેમનો ઈઝહાર કર્યો અને તેને પ્રપોઝ કરી દીધુ. નોંધનીય વાત એ છે કે મારિયા લૂકસ 17 વર્ષથી એકબીજાને જાણે છે અને રિલેશનશિપમાં છે.

propose

લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો પ્રપોઝ

તલવારબાજ મારિયા હાર બાદ નિરાશ હતી અને પોતાની હારના કારણો પર ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરી રહી હતી અને સમીક્ષા કરી રહી હતી કે છેવટે તેણે કેમ આ મેચમાં કેમ હારનો સામનો કરવો પડ્યો. ત્યારે ઈન્ટરવ્યુ દરમિયાન સોસીડો આવ્યા અને કેમેરા સામે તેને પ્રપોઝ કરી દીધુ. સોસીડોના હાથમાં એક પત્ર હતો જેમાં લખ્યુ હતુ, શું તુ મારી સાથે લગ્ન કરીશ, પ્લીઝ. ત્યારબાદ ખુશીથી મારિયા બૂમો પાડવા લાગી.

બધુ ભૂલી ગઈ મારિયા

મારિયાએ કહ્યુ કે મને ઈન્ટરવ્યુઅરે કહ્યુ કે પાછળ જુઓ, સોસીડોના હાથમાં પત્ર હતો, હું બધુ ભૂલી ગઈ. મને એવુ લાગી રહ્યુ હતુ, હે ભગવાન! અમે ઘણા ખુશ છીએ, અમે ઘણા સારા પાર્ટનર છીએ. ચોક્કસ, અમે લડીએ છીએ પરંતુ અમે એકબીજા સાથેના સમયને એન્જૉય કરીએ છીએ. અમે આ પળની પણ ઉજવણી કરીશુ. વળી, સોસીડોએ કહ્યુ કે હું તેને ખૂબ પ્રેમ કરુ છુ. જ્યારે તે મેચ હારી ગઈ તો બહુ દુઃખી હતી માટે કદાચ આ પ્રપોઝલ તેનો મૂડ બદલી દે. મે એ વખતે જ કાગળ પર આ પ્રપોઝલ લખી.જો તે જીતી ગઈ હોત તો હું પ્રપોઝ કરવા માટે રાહ જોતો.

એકબીજા સાથે 17 વર્ષથી અફેર

તમને જણાવી દઈએ કે મારિયા અને સોસીડો તલવારબાજી દરમિયાન જ એકબીજાને મળ્યા હતા. સોસીડો પણ આર્જેન્ટીનાના ખેલાડી હતા અને તેમણે આર્જેન્ટીના તરફથી રમ્યુ છે ત્યારબાદ તે કોચિંગમાં આવ્યા. સોસીડોએ મારિયાને કોચિંગ આપ્યુ અને ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. નોંધનીય વાત છે કે મારિયા હંગ્રીની એના માર્ટ સામે મેચમાં હારી ગઈ હતી.

English summary
Tokyo Olympics: Love story of fencer perex maurice and her coach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X