For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : પીવી સિંધુએ કરી વિજયી શરૂઆત, રોઇંગ મેન્સ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી

પીવી સિંધુ (પુસરલા વૈંકટ સિંધુ)એ શરૂઆતની મેચમાં આસાનીથી વિજળ મેળવી લીધો છે. પીવી સિંધુએ ઇઝરાઇલની શટલર પોલિકારપોવાને 21-7, 21-10 થી હરાવીને વુમેન્સ ગ્રુપ પ્લે સ્ટેજમાં જીત હાંસલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પીવી સિંધુ (પુસરલા વૈંકટ સિંધુ)એ શરૂઆતની મેચમાં આસાનીથી વિજળ મેળવી લીધો છે. પીવી સિંધુએ ઇઝરાઇલની શટલર પોલિકારપોવાને 21-7, 21-10 થી હરાવીને વુમેન્સ ગ્રુપ પ્લે સ્ટેજમાં જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઓલિમ્પિક પણ મેડલ મેળવે તેવી શક્યતા છે.

ભારતીય શટલર પીવી સિંધુએ મેચ આસાનીથી જીતી લીધી

સિંધુ પોલિકારપોવા સામે જીત હાંસલ કરીને શાનદાર શરૂઆત કરી હતી. પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં 21-7 થી અને બીજા રાઉન્ડમાં 21-10 થી જીત મેળવી હતી.

26 વર્ષીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં પોલિકારપોવાને શ્વાસ લેવાનો કે જીતવાની કોઈ જ તક આપી ન હતી. છઠ્ઠા ક્રમાંકિત સિંધુએ બીજા રાઉન્ડમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું, જે કારણે પોલિકારપોવા ગેમમાં વાપસી કરી શકી ન હતી. જે કારણે ભારતીય શટલર પીવી સિંધુએ મેચ આસાનીથી જીતી લીધી હતી.

pv sindhu

મેન્સ ડબલ્સની જોડીએ પ્રથમ ગ્રુપ સ્ટેજ મેચ જીતી

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં શનિવારના રોજ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાંઇરાજ રંકીરેડ્ડીની મેન્સ ડબલ્સની જોડીએ પ્રથમ ગ્રુપ સ્ટેજ મેચ જીતી હતી. ભારતીય જોડીએ મુસાશિનો ફોરેસ્ટ પ્લાઝા કોર્ટ 3 માં ગ્રુપ A રમતમાં લી યાંગ અને વાંગ ચી લિનને 21-16, 16-21, 27-25 થી હાર આપી હતી.

આ સાથે ભારતીય શટલર સાંઇ પ્રણીત ઇઝરાઇલની મિશા ઝિલ્બરમેન સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિલ્બરમેને મુસાસિનો ફોરેસ્ટ પ્લાઝા કોર્ટ 2માં ગ્રુપ D મેચમાં પ્રણીતને 21-17, 21-15થી હરાવી હતી. જે એક મેજર અપસેટ હતો.

રોઇંગ મેન્સ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી

આ ઉપરાંત રવિવારના રોજ યોજાનારા સી ફોરેસ્ટ વોટરવે પર લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ માટે અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડીએ રેપેચેજ સેમિફાઇનલ A / B માટે ક્વોલિફાય થઇ ગયા છે.

રાઉન્ડ 2માં ભાગ લેતી ભારતીય જોડી 6: 51.36 ના સમય સાથે ત્રીજા સ્થાને રહી. પોલેન્ડ 6: 43.44ના સમય સાથે ટોચ પર રહી હતી, જ્યારે સ્પેન બીજા સ્થાને રહ્યું છે. છમાંથી છેલ્લી ત્રણ ટીમ ફાઇનલ C માટે ક્વોલિફાય કર્યું છે. ભારતીય જોડીએ ગતિ જાળવી રાખીને 1000 મીટરના નિશાન બાદ ઉઝબેકિસ્તાથી આગળ નીકળીને છેલ્લે સુધી લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

English summary
PV Sindhu (Pusarla Vainkat Sindhu) easily got power in the opening match. PV Sindhu defeated Israeli badminton player Polikarpova 21-7, 21-10 to win the women's group play stage. Notably, Sindhu won a silver medal at the Rio Olympics. This Olympics is also likely to get a medal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X