
IPL મેગા ઓક્શન દરમિયાન દુઘટના, સંચાલક હ્યૂઝ એડમીડ્સ અચાનક બેભાન થઈને પડ્યા!
IPL મેગા ઓક્શન દરમિયાન મોટી ઘટના બની. સમગ્ર હરાજીનું એન્કરિંગ કરી રહેલા હ્યૂઝ એડમીડ્સ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. બ્રિટનના વતની હ્યુઝને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. હરાજી તાત્કાલિક અટકાવી દેવામાં આવી છે.
યુકેથી આવેલા, હ્યુઝ ફાઇન આર્ટ, ક્લાસિક અને ચેરિટી માટે હરાજી નિષ્ણાત છે. તે 35 વર્ષથી વધુ સમયથી હરાજી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેણે વિશ્વભરમાં 2500 થી વધુ હરાજી કરી છે. તેમણે ચેરિટી હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યુયોર્ક, મુંબઈ, મોન્ટે કાર્લો, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30 થી વધુ શહેરોની મુલાકાત લીધી છે.
આ પહેલા શ્રેયસ અય્યર IPL મેગા ઓક્શનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વેચનાર ખેલાડી બની ગયો છે. અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડમાં ખરીદ્યો છે. તે અગાઉ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. શ્રેયસ આ હરાજીનો પહેલો 10 કરોડી બન્યો છે. હરાજીમાં અત્યાર સુધી સૌથી વધુ ફાયદો પૂર્વ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને થયો છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 કરોડમાં ખરીદ્યો હતો. તેમના મૂલ્યમાં 337% નો વધારો થયો છે.