For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજને લઇને પછતાઇ રહ્યાં છે વિજય માલ્યા

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 13 ફેબ્રુઆરીઃ ભલે ટીમ ઇન્ડિયામાં યુવરાજ સિંહને એન્ટ્રી ના મળી રહી હોય પરંતુ આઇપીએલમાં તેને ખરીદી માટે પડાપડી થઇ રહી છે. જેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું બેંગ્લોરમાં આઇપીએલની હરાજી દરમિયાન.

vijay-mallya-6
બુધવારે થયેલી આઇપીએલ હરાજીમાં યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલની સાતમી શ્રેણી માટે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ટોચના ખેલાડીઓના પહેલા સેટમાં યુવરાજને સૌથી વધુ રકમમાં ખરીદવામાં આવ્યો છે.

જો કે, યુવરાજ સિંહની ખરીદી બાદ એક અનોખી વાત બહાર આવી છે. આરસીબીના માલિક વિજય માલ્યાએ આરોપ મુક્યો છે કે, યુવરાજ સિંહે જાણી જોઇને 14 કરોડમાં વેચવામાં આવ્યો છે. તેની હરાજી તો 10 કરોડ રૂપિયામાં જ થઇ ગઇ હતી, પરંતુ કેકેઆરે વચ્ચમાં કુદીને યુવરાજની કિંમત 10 કરોડથી 14 કરોડ સુધી ખેંચી લીધી.

માલ્યાએ અંગ્રેજી ચેનલ ટાઇમ્સ નાઉ સાથે વાત કરતા કહ્યું કે, અમે 10 કરોડમાં યુવરાજને ખરીદી લીધો હતો, જેને પર પહેલા મોડરેટરે મોહર લગાવી દીધી હતી. પરંતુ અચાનક કેકેઆરની ટીમ યુવરાજને ખરીદવા માટે બોલી લગાવવા લાગી, જેના પર મોડરેટરે કેકેઆરનો સાથ આપ્યો અને અમારે યુવીને 14 કરોડમાં ખરીદવો પડ્યો, કારણ કે અમે યુવીને કોઇપણ ભોગે ખરીદવા માગતા હતા. જો કે, માલ્યાએ કહ્યું કે, યુવીને ખરીદીને તેઓ ઘણા ખુશ છે.


મોડરેટર અને કેકેઆરના વર્તનથી તેઓ ઘણા નારાજ છે અને તેથી તેમણે આ અંગે એક ફરિયાદ આઇપીએલ ગવર્નેસ કાઉન્સિલને પણ કરી છે. હવે જોઇએ છીએ કે માલ્યાની ફરિયાદ કેવો રંગ લાવે છે? હાલ માલ્યાની વાતોથી જાણી શકાય છે કે જેટલી ખુશી તેમને યુવરાજને ખરીદીને નથી થઇ તેના કરતા વધારે દુઃખ તેમને ચાર કરોડ વધારે ખર્ચ કરવા પર થઇ રહ્યો છે.

English summary
RCB owner Vijay Mallya lodges complaint to IPL GC for spending 4 cr more on Yuvraj Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X