બોક્સર વિજેન્દ્ર બે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાંથી બહાર
પંજાબ પોલીએ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા વિજેન્દ્ર પર હેરોઇન લેવાનો આરોપ લગાવ્યો છે. વિજેન્દરે આ દરમિયાન પટિયાલામાં યોજાયેલી બે દિવસની બોક્સિંગ ટ્રાયલમાં ભાગ લીધો ન હતો. આ કારણે તેમને આગામી સમયમાં સાયપ્રસ અને ક્યુબામાં યોજાનારી ટુર્નામેન્ટની ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં કઝાકિસ્તાનના અલમાંટીમાં યોજાનારી વિશ્વ ચેમ્પિટનશિપની તૈયારીઓ માટે મહત્વની ગણવામાં આવે છે.
ભારતીય એમેચ્યોર મુક્કેબાજી મહાસંઘ (આઇએબીએફ)એ જણાવ્યું છે કે વિજેન્દર માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શક્ય નથી. કારણ કે તેણે ટ્રાયલમાં ભાગ નથી લીધો. ટ્રાયલમાં તેની ફિટનેસનું આકલન કરવું જરૂરી હતું.
આઇએબીએફ હજી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશન દ્વાર પ્રતિબંઘિત છે. બીજી તરફ ભારતીય બોક્સર આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એઆઇબીએફના ઝંડા અંતર્ગત જ ભાગ લઇ શકે છે. ભારતીય અધિકારીઓને ટીમ સાથે જવાની પરવાનગી નથી. આઇએબીએફ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે વિજેન્દર ડ્રગ વિવિદમાંથી સ્વચ્છ રીતે બહાર નિકળી આવશે અને પોતાની બોક્સિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરશે.