For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, આ એવોર્ડ માટે નામાંકિત થનાર પહેલી ભારતીય એથલીટ

ભારતની જાણીતી મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પ્રતિષ્ઠિત લૉરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં નામાંકન મેળવીને પહેલી ભારતીય એથલીટ હોવાનો રેકોર્ડ બનાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતની જાણીતી મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મોટી ઉપલબ્ધિ મેળવી છે. હરિયાણાની આ પહેલવાને પ્રતિષ્ઠિત લૉરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં નામાંકન મેળવીને પહેલી ભારતીય એથલીટ હોવાનો રેકોર્ડ બનાવી દીધો છે. આ પુરસ્કારનું આયોજન 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 24 વર્ષની વિનેશે ઈજા હોવા છતા જોરદાર કમબેક કર્યુ છે. તેમણે ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ રમતો અને જકાર્તા એશિયાઈ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો. તેમણે લોરેન્સ વર્લ્ડ કમબેક ઓફ ધ યર (વર્ષમાં કમબેક કરનાર સર્વશ્રેષ્ઠ ખેલાડી) ની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી છે.

vinesh phogat

વિનેશને 2016 ઓલિમ્પિક રમતોની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ સ્પર્ધા દરમિયાન ક્વાર્ટર ફાઈનલમાં ઢીંચણમાં ઈજા થઈ હતી. આ ભારતીય કુશ્તી સંઘ ઉપરાંત તમામ રમત પ્રેમીઓ માટે એક અવાંછિત ઘટના હતી કારણકે વિનેશ આ ઓલિમ્પકમાં પદકની પ્રબળ દાવેદાર તરીકે ગઈ હતી. હવે તેમને અમેરિકી ટૂર ચેમ્પિયનશીપ વિજેતા ગોલ્ફર ટાઈગર વુડ્ઝ સાથે આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વુડ્ઝે પણ પાંચ વર્ષ બાદ પોતાની પહેલી ટુર્નામેન્ટ જીતી છે. તે ઉપરાંત જાપાનના ફિગર સ્કેટર યુઝુરુ હાનયુ, કેનેડાના સ્નોબોર્ડર માર્ક મેકમોરિસ, અમેરિકાના મહાન સ્કી રેસર લિંડસે વોન અને નેધરલેન્ડના પેરાલિંપિક ચેમ્પિયન બિબિયન મેંટલ સ્પીને પણ આમાં નામાંકિત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઈ વખતે ભારતીય રમતોએ 2004 લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં ત્યારે આ ઉપલબ્ધિ મેળવી હતી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ છતાં એક આંતરરાષ્ટ્રીય મેચ રમીને લોરિયનન્સ સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો. પરંતુ વિનેશની ઉપલબ્ધિ એ દ્રષ્ટિએ ખાસ છે કારણકે તે એવી પહેલી ભારતીય ખેલાડી છે જે આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં નોમિનેટ થઈ. તેમને આ પુરસ્કારની સાત શ્રેણીઓમાંથી એકમાં નામાંકિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ લદ્દાખના બર્ફીલા તોફાનમાં 10 પર્યટકો ફસાયા, તાપમાનના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઆ પણ વાંચોઃ લદ્દાખના બર્ફીલા તોફાનમાં 10 પર્યટકો ફસાયા, તાપમાનના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી

English summary
viensh phogat creates history she is the first indian athlete laureus world sports award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X