For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી મહિલાએ વિનોદ કાંબલીને કહ્યો 'બ્લેક ઇન્ડિયન', ફરિયાદ દાખલ

|
Google Oneindia Gujarati News

vinod kambli
મુંબઇ, 25 ઓક્ટોબર: ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ હાલમાં જ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. વિનોદે આ ફરિયાદ એક વિદેશી મહિલા વિરુદ્ધ નોંધાવી છે. વિનોદ કાંબલીએ આ વિદેશી મહિલા પર જાતિય હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ આરોપ લગાવ્યો છે કે સોસાયટીમાં કાર પાર્કિંગ માટે થયેલી બોલાચાલી દરમિયાન આ મહિલાએ તેમની પર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી. કાંબલીની લાગણીને ઠેસ પહોંચતા તેમણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

કાંબલીએ વાતચીતમાં જણાવ્યું કે પાર્કિંગ દરમિયાન મહિલાએ તેમને બ્લેક ઇન્ડિયન કહ્યું. કાંબલીએ જણાવ્યું કે આ સાંભળીને તેમને ખૂબ જ ખરાબ લાગ્યું માટે તેમણે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી.

તેમણે જણાવ્યું કે કોઇને પણ એ અધિકાર નથી કે તે આ પ્રકારની ટિપ્પણી કરી શકે. કાંબલીએ એ પણ આરોપ લગાવ્યો કે મહિલાએ તેમને જોઇ લેવાની પણ ધમકી આપી છે.

English summary
Former cricketer Vinod Kambli files complaint against foreigner for racist comments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X