For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જાદૂ માત્ર રમત સુધી મર્યાદિત નથી પરંતુ તે કમાણીના મામલે પણ રેકોર્ડ બનાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જાદૂ માત્ર રમત સુધી મર્યાદિત નથી પરંતુ તે કમાણીના મામલે પણ રેકોર્ડ બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોહલી હાઈએસ્ટ પેઈડ એથલિટ્સ-2018 ની યાદીમાં શામેલ છે. બુધવારે ફોર્બ્ઝ દ્વારા જાહેર કરાયેલ ટૉપ-100 એથલિટ્સની યાદીમાં તે 83 માં નંબરે છે જ્યારે અમેરિકન બૉક્સિંગ ખેલાડી ફ્લૉયડ મેવેદર ટૉપ પર છે. તેમની કમાણી 1913.3 કરોડ રૂપિયા છે.

આટલી છે કુલ કમાણી

આટલી છે કુલ કમાણી

પોતાની કેપ્ટનશીપ અને બેટિંગનો જાદૂ ફેલાવનાર કોહલીએ 161 કરોડ રૂપિયાની કમાણી કરી છે જેમાં 27 કરોડ રૂપિયા તેમણે સેલેરીમાંથી કમાયા છે. જેમાં જીતની રકમ પણ શામેલ છે. વળી, 134 કરોડ રુપિયા વિરાટ કોહલીએ જાહેરાતોમાંથી કમાયા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તે આ યાદીમાં શામેલ થનારા એકમાત્ર ભારતીય સાથે સાથે એકમાત્ર ક્રિકેટર પણ છે જેણે આ સ્થાન મેળવ્યુ છે. તમે આ ઉપરથી જ વિરાટ કોહલીના જાદૂનો અંદાજ લગાવી શકો છો. વળી, આ યાદીમાં સૌથી વધુ 40 ખેલાડીઓ બાસ્કેટબોલના છે જ્યારે 18 ખેલાડી ફૂટબોલના છે અને 14 ખેલાડી બેઝબોલના શામેલ છે.

મેસ્સીનો બીજો નંબર

મેસ્સીનો બીજો નંબર

બૉક્સિંગ ખેલાડી બાદ બીજા નંબરે છે આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી જેની કમાણી વાર્ષિક 744.2 કરોડ છે. વળી, 742.2 કરોડ સાથે પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ત્રીજા નંબરે આવે છે. મેવેદર સામે ફાઈટ હાર્યા બાદ મેકગ્રેગર ચોથા નંબરે પહોંચી ગયા છે. જ્યારે બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયરનું સ્થાન 5 મુ છે. આ યાદીમાં લિજેન્ડ રોજર ફેડરર સહિત ટેનિસના 4 ખેલાડી છે. આ બધા પુરુષ છે.

બાસ્કેટબોલનો જાદૂ છવાયેલો રહ્યો

બાસ્કેટબોલનો જાદૂ છવાયેલો રહ્યો

ફોર્બ્ઝ દ્વારા જાહેર કરાયેલ આ યાદી વિશે જો વાત કરીએ તો સૌથી વધુ જો કોઈ રમતનો જાદૂ જોવા મળ્યો તો તે છે બાસ્કેટબોલ. જેના 40 ખેલાડી આ યાદીમાં શામેલ છે. વળી, અમેરિકન ફૂટબોલના 18 ખેલાડી અને ફૂટબોલના 9 ખેલાડી આ યાદીમાં શામેલ છે. આ ઉપરાંત ગોલ્ફના 5, ટેનિસના 4 અને ઑટો રેસિંગના 3 ખેલાડી આમાં શામેલ છે.

English summary
virat kohli highest paid athletes cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X