For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જતા જતા 2014એ વિરાટને આપી ટેસ્ટ કપ્તાની અને ICCની બેસ્ટ રેંકિંગ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 1 જાન્યુઆરી: વર્ષ 2014એ જતા જતા વિરાટ કોહલીને ટેસ્ટ કપ્તાનીની ભેંટ આપી છે, જ્યારે બીજી તરફ તેમને આઇસીસી રેંકિંગમાં હવે ઊંચું સ્થાન મળી ગયું છે. કુલ મળીને વિતેલા વર્ષે કોહલીની રમતને વધુ ચળકાવી દીધું છે.

આપને જાણીને ખુશી થશે કે આઇસીસી દ્વારા બુધવારે જારી તાજી ટેસ્ટ બેટિંગ રેંકિંગમાં ભારતીય બેટ્સમેન કોહલી ચાર ક્રમાંકની છલાંગ લગાવતા 15માં ક્રમમાં પહોંચી ગયા છે, જે તેમની અત્યાર સુધીની બેસ્ટ ટેસ્ટ રેંકિંગ છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજા ટેસ્ટમાં 26 વર્ષીય કોહલીએ 169 અને 54 રનોની પારી ખેલી હતી.

નોંધનીય છે કે સિડની ટેસ્ટની કપ્તાની પણ હવે વિરાટ કોહલી જ કરશે કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝની વચ્ચે જ ટેસ્ટ મેચોના ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો ચે. વિરાટ ઉપરાંત આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં ભારતના અજિંક્ય રહાણેને 26મું સ્થાન પ્રાપ્ત થયું છે.

virat kohali
આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં કોહલીએ લગાવી ચાર ક્રમોની છલાંગ
બીજી તરફ મેલબર્ન ટેસ્ટમાં પહેલી પારીમાં 192 રનોની પારી ખેલનાર ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન સ્ટીવન સ્મિથ બે સ્થાન ઉપર કરિયરના સર્વશ્રેષ્ઠ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. ન્યૂઝીલેન્ડના કપ્તાન અને શ્રીલંકાની વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં 195 રનોની પારી ખેલનાર બ્રેંડન મેક્લમે બે સ્થાનની બઢતની સાથે 12મી રેંકિંગ પ્રાપ્ત થઇ છે.

કુલ મળીને વર્ષ 2014માં વિરાટ કોહલીના બેટે જ્યાં તેમને પ્રસિદ્ધિ અપાવી તેનાથી ઘણી વધારે તેઓ મીડિયામાં પોતાની લેડી લવ અનુષ્કા શર્માના કારણે પણ ચર્ચામાં રહ્યા છે.

English summary
Newly-appointed India Test skipper Virat Kohli has jumped four places to 15th spot in the latest ICC Player Rankings after his good performance in the drawn third cricket Test at Melbourne.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X