• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિરાટે ચાકૂ ઉઠાવી અને ધવનએ ભોંકી દિધું: ધોની

By Kumar Dushyant
|

મેલબોર્ન, 25 ડિસેમ્બર: તે મહેન્દ્ર ધોની હતા જેમણે ડ્રેસિંગ રૂમમાં માહોલ યોગ્ય ન હોવાની વાત કરીને હડકંપ મચાવ્યો હતો પરંતુ ભારતીય કેપ્ટને હવે બધી અટકળોને મજાકમાં ઉડાવતાં કહ્યું કે જે કાલ્પનિક કહાનીઓ ઘડવામાં આવી રહી છે તેણે વોર્નર બ્રધર્સ એક ફિલ્મ બનાવી શકે છે.

મહેન્દ્ર સિંહ ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ સાચું છે કે વિરાટ કોહલી અને શિખર ધવન પરસ્પર ભીડી ગયા હતા અને રવિ શાસ્ત્રીએ તેમને અલગ કરાવ્યા, તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું 'વિરાટ કોહલીએ ચાકૂ ઉઠાવ્યું અને શિખર ધવનને ભોંકી દિધું. ક્યારે તે ભાન આવ્યા તો તેને ધક્કો મારીને બેટીંગ કરવા માટે મોકલી દિધા.'

જે ઘટનાને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો હતો તે બ્રિસ્બેન ટેસ્ટમાં ચોથા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધવનની કોણીમાં ઇજા પહોંચ્યા બાદની છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે અંતિમ ક્ષણોમાં બેટીંગ ક્રમમાં પરિવર્તનથી સ્થિતિ થોડી અસહજ બની હતી. વિરાટ કોહલીએ ત્યારે શિખર ધવનની બેટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ગંભીરતાથી કહ્યું કે 'અસલી કહાની આ છે. આ પ્રકારની બકવાસ ટેબલાઇટ સમાચારોમાં વાંચવી સારી લાગે અથવા બની શકે કે તેનાથી તેમના સમાચારપત્ર વધુ વેચાય. માર્વલ અને વોર્નર બંધુઓને તેમને એકઠા કરીને તેમના પર ફિલ્મ બનાવવી જોઇએ. હું જાણતો નથી કે આ કહાનીઓ ક્યાં પેદા થાય છે.

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું 'જો ટીમ સાથે જોડાયેલ કોઇ વ્યક્તિ આ વાતો કહે છે તો શું તમે અમને તે વ્યક્તિનું નામ આપી શકો. આ રસપ્રદ હશે. કારણ કે તેની કલ્પનાશક્તિ વાસ્તવમાં સારી છે અને તેને ફિલ્મ કંપનીમાં કામ કરવું જોઇએ અને તેને અમારા ડ્રેસિંગ રૂમમાં રહેવાની જરૂરિયાત નથી કારણ કે તેને કંઇક આવું સૃજન કર્યું છે જે થયું જ ન હતું.'

virat-shikhar

ભારતીય ટીમની અભ્યાસ પીચો અને ખાવાથી માંડીને ફરિયાદ કરવાના લીધે ઓસ્ટ્રેલાઇ કેપ્ટન સ્ટીવન સ્મિથ સહિત ઘણા લોકોએ મજાક બનાવી. આ ઉપરાંત મેદાન પર પણ ખેલાડીઓમાં બોલાચાલી જોવા મળી. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું 'અમારા દ્વારા અત્યાર સુધી કોઇ આધિકારિક ફરિયાદ નોંધવામાં આવી નથી. હું સ્ટીવ સ્મિથની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવા માંગતો નથી કારણ કે આ યોગ્ય નથી. પરંતુ ભલે તે ઓસ્ટ્રેલિયાના હોય કે પછી ભારતના, જે ખેલાડી સીમાનું ઉલ્લંઘન કરતા નથી તો મેદાન પર થોડી મજાક સારી લાગે છે. તેનાથી ખરેખરમાં ક્રિકેટ રસપ્રદ બનાવે છે અને જ્યાં સુધી દિશાનિર્દેશોનું પાલન થાય છે ત્યાં સુધી મને કોઇ ચિંતા નથી.'

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું 'આ ઉપરાંત આ પ્રકારની મજાક મેદાન પર પ્રદર્શન સાથે કોઇ લેવાદેવા નથી. હું પહેલાં પણ કહેતો હતો બંને ટેસ્ટ મેચોમાં 30-35 મિનિટ સુધી ખરાબ ક્રિકેટના અમે મેચ ગુમાવી. અમારા ડ્રેસિંગ રૂમનો માહોલ ખૂબ સારો છે અને ત્યાં કોઇ મુદ્દો નથી. જ્યારે પણ ભારતીય ટીમ વિદેશ પ્રવાસ પર હોય છે અને અમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હોય તો મીડિયા પોતે જ કહાણીઓ ઘડવાનું શરૂ કરી દે છે.'

ભારતીય ટીમ હજુ સીરીજમાં 0-2થી પાછળ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું ' આપણે પ્રતિક્રિયા અનુસાર વધવું જોઇએ અને પરિણામ વિશે વિચારવું ન જોઇએ. આપણે તે 30 થી 45 મિનિટોના પ્રદર્શન પર ધ્યાન આપવું જોઇએ અને અમે તેના પર વાત કરી. આ ઉપરાંત પહેલી બંને મેચોમાં ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું. તેમણે કહ્યું 'અમે હજુ સુધી સીરીજમાં પ્રતિસ્પર્ધી રહ્યાં છે. કેટલાક તબક્કા એવા રહ્યાં જ્યારે અમે સારી રમત રમી નહી. જો અમે તે પરિસ્થિતીઓ પર પણ કાબૂ મેળવી લેતાં તો પાસા પલટાઇ જતાં પરંતુ હજુપણ સૌથી મહત્વપૂર્ણ સારી રમત રમવાની છે અને મને લાગે છે કે અમે આમ કરી રહ્યાં છીએ.

English summary
Virat Kohli and Shikhar Dhawan, according to media reports, had a spat during the Gabba Test. Mahendra Singh Dhoni rubbished rubbished those reports, saying they were fit to be scripts of Warner Bros. or Marvel movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more