• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

T20 વર્લ્ડકપ: પઠાણનો જાદૂ છવાયો, ભારતનો 26 રનથી વિજય

By Kumardushyant
|

કોલંબો, 15 સપ્ટેમ્બર: કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના (અણનમ 55) રનની કેપ્ટન ઇનિંગ અને ઇરફાનની (25/5)ની ઘાતક બોલિંગના લીધે ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપના પ્રથમ અભ્યાસ મેચમાં યજમાન શ્રીલંકાને ટીમને 26 રનથી પરાસ્ત કરી જીત મેળવી લીધી છે. પી.સારા ઓવલમાં રમાઇ રહેલા આ મુકાબલામાં ભારતે 147 રનોનો ટાર્ગેટ આપ્યો હતો તેનો પીછો કરતાં શ્રીલંકા ટીમ 19.3 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

શ્રીલંકા તરફથી કુમાર સંગાકારાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે જીવન મેન્ડિસે 26, લાહિરૂ થિરિમનેએ 24, એન્જેલો મેથ્યુઝે 14 અને થિસારા પરેરાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાના પાંચ બેટ્મસેનો બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. જેમાંથી ત્રણ બેટ્સમેનો તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારત તરફથી ઈરફાન પઠાણે 5 વિકેટ લીધી હતી. જ્યારે લક્ષ્મીપતિ બાલાજીએ 3 અને ઝહિર ખાન તથા હરભજન સિંહે 1-1 વિકેટ લીધી હતી.

English summary
Irfan Pathan scalped five wickets as India warmed up for the World Twenty20 with a comfortable 26-run victory over hosts Sri Lanka in their first practice match on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X