For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. ક્રિકેટર વસીમ અકરમ ઓસ્ટ્રેલિયન શેનેરા સાથે કરશે નિકાહ

|
Google Oneindia Gujarati News

wasim akram
મેલબોર્ન, 8 જુલાઇ : પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમ મેલબોર્નની શેનેરા થોમસન સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. આ સમાચારથી બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે તેમના લગ્નની તમામ અટકળો પર બ્રેક લાગી ગઇ છે.

અંગ્રેજી સમાચાર 'હેરાલ્ડ સન'ના સમાચાર અનુસાર 47 વર્ષના અકરમે પોતાના લાઉન્જમાં ખૂબજ આશિકાના અંદાજમાં થોમસનને પ્રપોઝ કર્યું. તેઓ પોતાના ઘુંટણ પર બેસીને ત્રીસ વર્ષિય થોમસનને પોતાના હૃદયની વાત કહી દીધી.

આ અંગે થોમસને કહ્યું કે 'એ મારા જીવનની સૌથી મોટી રોમાન્ટિક પળ હતી, કારણ કે તેમાં કોઇ દેખાડો ન્હોતો.' જોકે , તેમણે એ પણ કહ્યું કે પ્રપોઝ કરતી વખતે અકરમ થોડા નરવસ હતા. અકરમે તેમને પૂછ્યું કે તેઓ કયા પ્રકારના પ્રપોઝને પસંદ કરશે અને જવાબમાં તેમણે કહ્યું હું વધારે દેખાવો પસંદ નથી કરતી. ત્યારબાદ અકરમે તેમને લાઉન્જમાં જ પ્રપોઝ કરી દીધું.

થોમસન એક પબ્લિક રિલેશન કન્સલટેન્ટ છે. તેઓ ઇસ્લામ ધર્મ અપનાવવા જઇ રહી છે અને હવેથી તે પાકિસ્તાનમાં જ રહેશે. આ બંને 2011માં મેલબોર્નમાં મળ્યા હતા અકરમ એ વાતતી ખુશ છે કે તેમને ફરીથી પ્રેમ મળી ગયો છે.

તેમણે કહ્યું કે મે ક્યારેય વિચાર્યું પણ ન્હોતું કે ફરીથી લગ્ન કરીશ પરંતુ હું લકી છું કે મને ફરીથી પ્રેમ મળી ગયો. અકરમની પહેલી પત્ની હુમાનું 2009માં મૃત્યું થયું હતું, તેમના 2 બાળકો છે જેમની ઉંમર 15 અને 12 વર્ષ છે.

English summary
Wasim Akram has found love again. On Monday, the former Pakistan Test captain proposed to Shaniera Thompson, a former public relations consultant from Melbourne.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X