For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથમાંથી બારબેલ સરકી જતા વેઇટ લિફ્ટરનું થયુ મોત

હાથમાંથી બારબેલ સરકી જવાને કારણે 315 પાઉંડનું વજન વેઇટ લિફ્ટરની ગરદન પર પડ્યુ જેના કારણે સ્થળ પર જ તેનુ મોત નીપજ્યુ હતુ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

મોત ક્યારે, કેવી રીતે અને કયા રુપમાં આવશે એ વિશે કોઇ કંઇ ના કહી શકે. મોત ગમે તે સ્વરુપે આવી જાય છે. આવુ જ કંઇક અનકેનીમાં એક વેઇટ લિફ્ટર સાથે બન્યુ. 22 વર્ષના વેઇટ લિફ્ટરનું જીમમાં કસરત દરમિયાન મોત નીપજ્યુ છે. વેઇટ લિફ્ટર કૈલી થોમસનનું જીમમાં કસરત દરમિયાન દુર્ઘટનામાં મોત થઇ ગયુ.

thomsan

અધિકારીઓના જણાવ્યા મુજબ થોમસન જીમમાં 315 પાઉંડનું વજન ઉઠાવી રહ્યા હતા પરંતુ તે દરમિયાન તેમના હાથમાંથી બારબેલ સરકી ગયુ અને સરકીને તેમની ગરદન પર પડી ગયુ. 315 પાઉંડનુ વજન ગરદન પર પડવાને કારણે ગળાનું હાડકુ તૂટી ગયુ. ગરદનનું હાડકુ તૂટવાને કારણે સ્થળ પર જ થોમસનનું મોત નીપજ્યુ. દુર્ઘટના બાદ તેમને તાત્કાલિક ડેસ મૌનિસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. અનકેનીના ફાયર ચીફ જેમ્સ ક્લાર્કે જણાવ્યુ કે ગરદન પર ભારે વજન પડવાને કારણે આ દુર્ઘટના બની જેમાં થોમસનનું મોત નીપજ્યુ છે.

તમને યાદ હશે કે રિયો ઓલિમ્પિક દરમિયાન આર્મેનિયાના એથલીટ એંડ્રેનિક કારાપેતિયાન 195 કિલોગ્રામ વજન ઉઠાવવાની કોશિશ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં તેમની કોણી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. 195 કિલોનો ભાર ઉઠાવતી વખતે તેમની કોણી પોતાની જગ્યાએથી ખસી ગઇ હતી. ત્યારબાદ તેમણે 195 કિલોનો ભાર હાથથી પાછળની બાજુ પાડી દીધો. તેમની હાલત ગંભીર થઇ ગઇ. જેમાં તેમનો હાથ આખો વળી ગયો હતો.

English summary
Weightlifter Dies After 315-Pound Barbell Slips From His Hand And Crushes His Neck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X