કેરેબિયને લૂંટી લંકા, 33 વર્ષ બાદ બન્યું વર્લ્ડકપ વિજેતા

વેસ્ટઇન્ડિઝે શ્રીલંકા સમક્ષ જીત માટે 138 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. વેસ્ટઇન્ડિઝે પ્રથમ બેટીંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા. વેસ્ટઇન્ડિઝની ટીમ તરફથી સેમુએલ્સે સૌથી વધુ 78 રનનું યોગદાન કર્યું હતું. વેસ્ટઇન્ડિઝના સૌથી વિશ્વનીય ખેલાડી ક્રિસ ગેઇલ ફક્ત 3 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વેસ્ટઇન્ડિઝ તરફથી નરેનને 3, સૈમી ને 2 અને રામપાલ, બદ્રી અને સેમ્યુઅલ્સે 1-1 વિકેટ ઝડપી હતી.
ગત પાંચ વર્ષોમાં આ ચોથો અવસર છે કે વન-ડે અને ટ્વેન્ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકાની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટઇન્ડિઝે 1975 અને 1979માં વન-ડે વર્લ્ડકપ જીત્યો છે. ત્યારબાદ હવે તે 32 વર્ષ પછી વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું છે. કેરેબિયન ટીમે 2004માં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.












Click it and Unblock the Notifications
