• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ રહ્યાં કોચ્ચિ વનડેમાં હારના 5 મુખ્ય કારણ

By Kumar Dushyant
|

કોચ્ચિ: કોચ્ચિમાં વેસ્ટઇંડીઝના સામે મળેલી આકરી હારથી ભારતીય ટીમ સન્નાટામાં છે. પોતાના જ ઘરમાં વેસ્ટઇંડીઝ જેવી નબળી ટીમ સામે હાર ક્રિકેટ પ્રેમી પણ પચાવી રહ્યાં નથી. હારપણ જેવી તેવી નહી પૂરા 124 રનોમાં સમેટાઇ ગઇ છે ભારતીય ટીમ. એવામાં જ્યારે ચાર મહિના બાદ વર્લ્ડકપ યોજાવવાનો છે તો હારના કારણ જાણવા જરૂરી થઇ જાય છે.

કોચ્ચિ વન-ડે: સૈમુઅલ્સે દેખાડ્યો દમ, 124 રનથી ભારતની શરમજનક હાર

 ટોસ જીતીને કેમ ન લીધી પ્રથમ બેટીંગ

ટોસ જીતીને કેમ ન લીધી પ્રથમ બેટીંગ

ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચનો મહત્વપૂર્ણ ટોસ જીત્યો. તેમછતાં તેમણે મહેમાનોને બેટીંગ કરવા માટે કહ્યું, કેપ્ટનનો આ દાવો ઉલટો પડી ગયો. વેસ્ટઇંડીઝે 321 રન બનાવી ભારતીય ટીમને દબાણમાં લાવી દિધી. જો મેચ સવારથી શરૂ થાય તો માનવામાં આવી શકે કે ધોની સવારની નમીનો ફાયદો ઉઠાવવા માંગતા હત પરંતુ બપોરની મેચમાં આમપણ પીચ સુકી હોય છે. આમપણ પહેલાં બેટીંગ કરનાર ટીમ પર કોઇ દબાણ હોતું નથી. લક્ષ્યનો પીછો કરતાં દબાણ વધુ હોય છે. કદાચ અહીં જ ધોનીની ચૂક થઇ ગઇ.

ભારતીય બોલરો રહ્યાં અપ્રશંસનીય

ભારતીય બોલરો રહ્યાં અપ્રશંસનીય

જો કે આવી આશંકા પહેલાં જ હતી ભારતીય બોલરોની ધોલાઇ થશે, પરંતુ આટલી ખરાબ રીતે ધોલાઇ થશે તે કોઇએ વિચાર્યું ન હતુ, ખાસકરીને સ્પિનરોએ ખૂબ નિરાશ કર્યા. અમિત મિશ્રા 10 ઓવરમાં 72 રન લુટાવીને બોલરોમાં સૌથી મોટા વિલન બની ગયા. ભુવનેશ્વરે બેસ્ટમેનોને બાંધી રાખ્યા, તેનો ફાયદો શમીને મળ્યો અને તેમણે ચાર વિકેટ લીધી. પરંતુ બીજા સ્પિનર રવિન્દ્ર જાડેજા એટલા મારકર સાબિત થયા નહી જેટલી આશા હતી. જો પોતાની પીચ પર બોલર 300થી વધુ રન આપે તો પછી તમે દર વખતે બેસ્ટમેનો પાસે ચેજ કરવાની આશા ન રાખી શકો.

 ટૉપ ઓર્ડરનો ફ્લોપ શો

ટૉપ ઓર્ડરનો ફ્લોપ શો

ભારતીય ઓપનરોએ પહેલી વિકેટ માટે 49 રન જરૂર બનાવ્યા, પરંતુ જ્યારે તમે 300થી વધુ રનોના લક્ષ્યનો પીછો કરે છે તો ત્રણ આંકડામાં ભાગીદારી થતાં જીતવાની સંભાવના વધી જાય છે. ભારતીય ઓપનર આમ કરવામાં અસફળ રહ્યાં. ફર્સ્ટ ડાઉન કોહલી, સેકંડ ડાઉન રાયુડૂ અને થર્ડ ડાઉન સુરેશ રૈના ક્રીજ પર પગ જમાવી શક્યા નહી જેના લીધે જીતની આશા ત્યાંની ત્યાં જ રહી ગઇ.

 મોટી ભાગીદારી થઇ ના શકી

મોટી ભાગીદારી થઇ ના શકી

જ્યારે ટીમ મોટા લક્ષ્યનો પીછો કરે છે તો બે-ત્રણ મોટી ભાગીદારીઓથી મેચ જીતાય છે પરંતુ ભારતીય બેસ્ટમેન આમ કરવામાં નિષ્ફળ રહ્યાં. વેસ્ટઇંડીઝની ઇનિંગમાં ડેરેન બ્રાવો અને ડ્વેન સ્મિથ બીજી વિકેટ માટે 64 રનોની ભાગીદારી કરી. પછી મર્લન સેમુઅલ્સ અને દિનેશ રામદીનની ચોથી વિકેટ માટે 165 રનોની ભાગીદારીએ તેમનો સ્કોર ત્રણ સોની પાર પહોંચાડવામાં મદદ કરી. ભારત દ્વારા 50 રનની ભાગીદારી પણ થઇ ન શકી.

 જોવા ન મળ્યો ટીમ એફર્ટ

જોવા ન મળ્યો ટીમ એફર્ટ

ભારતની હારનું સૌથી મોટું અને મુખ્ય કારણ રહ્યું ટીમના સામુહિક પ્રયત્નમાં નબળાઇ. ક્રિકેટ એક ટીમ ગેમ છે. તેમાં અગિયાર ખેલાડીઓને જીત માટે યોગદાન કરવું પડે છે. વેસ્ટઇંડીઝ જ્યાં જીત માટે એકજૂટ થઇને રમી, તો બીજી તરફ ભારતીય ખેલાડીઓનું ટીમ યોગદાન જીત અપાવવા માટે પુરતું ન હતું. વેસ્ટઇંડીઝના છ બોલરોએ ભારતના 10 વિકેટ પરસ્પર વહેંચી લીધી તો બીજી તરફ ભારતના ત્રણ બોલરોએ જ વિંડીઝની 6 વિકેટ ઝડપી.

English summary
West Indies put behind an acrimonious pay dispute with their Board to spank number one ranked India by a huge margin of 124 runs in the first one-dayer to take a 1-0 lead in the five-match series on wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X