For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ કોર્નરઃ આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો'તો કુંબલે

By Super
|
Google Oneindia Gujarati News

circket
વિશ્વ ક્રિકેટમાં દરરોજ કોઇકને કોઇક રેકોર્ડ બનતા જોવા મળે છે. તો કયારેક મેચ દરમિયાન બન્ને પક્ષના ખેલાડીઓ વચ્ચે થયેલી બબાલ અંગે પણ આપણને સતત વાંચવા મળતું હોય છે. આવી જ એક સિદ્ધિ ચારેક વર્ષ પહેલા ભારતીય બોલર અનિલ કુંબલે દ્વારા નોંધાવવામાં આવી હતી. 17 જાન્યુઆરી 2008ના રોજ કુંબલે વિશ્વનો ત્રીજો બોલર બન્યો હતો, જેણે તેની ક્રિકેટ કારકિર્દીમાં 600 વિકેટ મેળવી હોય. કુંબલે પહેલા આ સિદ્ધિ શેન વોર્ન અને મુરલીધરન જ નોંધાવી શક્યાં છે. અહીં આવી જ કેટલીક બાબતો અંગે જણાવવામાં આવ્યું છે, જે 17 જાન્યુઆરીના રોજ વિશ્વ ક્રિકેટમાં બની હતી.

હોબ્સની સદીને એડિલેડમાં ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

ઇંગ્લેન્ડના ક્રિકેટર્સ જેક હોબ્સે સતત બીજી ટેસ્ટ સદી ફટકારતા 187 રન કર્યા હતા અને 17 જાન્યુઆરી 1912ના રોજ એડિલેડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડને સાત વિકેટે વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણી રમાય છે. 1912માં રમાયેલી આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ એડિલેડ ખાતે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં માત્ર 137 રન જ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર આર્મસ્ટ્રોંગે સર્વાધિક 33 રન ફટકાર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ફોસ્ટરે પાંચ વિકેટ અને બાર્નેસએ ત્રણ તથા ડગલસ અને હિત્ચે એક-એક વિકેટ લીધી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 501 રન બનાવ્યા હતા. જેમાં હોબ્સે સર્વાધિક 187 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કોટરે ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 476 રન કર્યા હતા અને ઇંગ્લેન્ડ સામે 112 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જે ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

પોતાની પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો અઝહર

1985માં મોહમ્મદ અઝહરુદ્દિને તેની બીજી ટેસ્ટમાં 105 રનની ઇનિંગ રમી હતી. જે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ હતી. આ પહેલા તેણે કોલકતા ખાતેની પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં 110 રનની ઇનિંગ રમી હતી. આમ પોતાની પ્રથમ બન્ને ટેસ્ટ મેચોમાં તેણે સદી ફટકારી હતી અને આવું કરનાર તે વિશ્વનો ચોથો ક્રિકેટર્સ બની ગયો હતો. તેના પહેલા આ સિદ્ધિ બિલિ પોન્સફોર્ડ, ડગ વોલ્ટર્સ અને એલ્વિન કાલિચરણે હાંસલ કરી હતી. તેમજ પોતાની પાંચમી ટેસ્ટમાં તેણે 122 રનની ઇનિંગ રમીને ત્રણ સદી માત્ર પાંચ મેચમાં નોંધાવી દીધી હતી.

આ સિદ્ધિ મેળવનાર જેક્સ બન્યો'તો પહેલો સાઉથ આફ્રિકન ખેલાડી

2004માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં જેક્સ કાલિસે અણનમ 130 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેની એ ચોથી સક્સેસિવ ટેસ્ટ મેચ સદી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પહેલો સાઉથ આફ્રિકન અને વિશ્વનો નવમો ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત ચાર ટેસ્ટની શ્રેણીમાં 712 રન બનાવી તેણે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને 2003-2004માં પોન્ટિંગ દ્વારા બનાવવામાં આવેલા 706 રનના રેકોર્ડને તોડ્યો હતો.

મેથ્યુ હોગાર્ડને 12 વિકેટ લીધી

2005માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં મેથ્યુ હોગાર્ડે 12 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડે જ્હોનિસબર્ગ ટેસ્ટમાં 77 રનથી વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 411 રન બનાવ્યા હતા. જેમાં સ્ટ્રોસે 147 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં હોગાર્ડે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ 419 રન બનાવ્યા હતા. જેમાં ગિબ્સે 161 રન ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં ટ્રેસ્કોથિકના 180 રનની મદદથી ઇંગ્લેન્ડે 332 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકા 247 રન જ બનાવી શક્યું હતું. આ ઇનિંગમાં હોગાર્ડે સાત વિકેટ લીધી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડનો 77 રનથી વિજય થયો હતો. આમ બન્ને ઇનિંગ મળીને હોગાર્ડે 12 વિકેટ ઝડપી હતી.

આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો'તો કુંબલે

પર્થ ટેસ્ટમાં એન્ડ્ર્યુ સાઇમન્ડ્સને રાહુલ દ્રવિડના હાથે ઝલાવીને અનિલ કુંબલેએ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી હતી. 2008માં રમાયેલી આ ટેસ્ટમાં તે વિશ્વનો ત્રીજો એવો બોલર બન્યો હતો, જેણે 600 વિકેટ ઝડપી હોય. તેના પહેલા ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ શેન વોર્ન અને મુરલીધરન નોંધાવી ચૂક્યા છે. પર્થ ખાતે રમાયેલી આ ટેસ્ટમાં અનિલ કુંબલેએ કુલ ચાર વિકેટ ઝડપી હતી. ભારતનો આ ટેસ્ટમાં 72 રનથી વિજય થયો હતો.

English summary
on 17th January kubmle create record on 2008, kallis made world record in 2004. some history about world cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X