For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિચાર્ડ્સે એવું તે શું કહ્યું કે વીરૂ પુનઃ બની ગયો વિસ્ફોટક?

By Super
|
Google Oneindia Gujarati News

sehwag
નવી દિલ્હી, 22 એપ્રિલઃ એ જ ખેલાડી, એ જ ટીમ જે આઇપીએલ 6માં સતત એક પછી એક મેચ હારી રહી હતી, તે અચાનક એવા વિસ્ફોટક લયમાં પાછી ફરી કે મેદાનમાં રહેલી વિરોધી ટીમના ખેલાડીઓ સહિત મેદાન પર મેચ નિહાળવા આવેલા તમામ દર્શકોના હોંશ ઉડાવી દીધા. એવું તે શું થયું કે ટીમ અને ટીમનો વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ અચાનક ફોર્મમાં આવી ગયા.

રવિવારે મુંબઇ સામેની મેચમાં જે દિલ્હીની ટીમ મેદાન પર ઉતરી હતી અને વિજયી બની તેની પાછળ ટીમના સલાહકાર વીવીયન રિચાર્ડ્સની સલાહ જવાબદાર હોવાનું ટીમના ઓપનિંગ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે.

મેચ પુર્ણ થયા બાદ સેહવાગે કહ્યું કે, રિચાર્ડ્સે ટીમ સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો બેટ્સમેન પોતાની અંદર ક્યાંક ભય અનુભવે છે તો પણ તેણે એવું દર્શાવવું જોઇએ કે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તમે કહીં શકો છો કે તેમની આ સલાહથી દિલ્હીને જીત મેળવવામાં મદદ મળી છે. જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો તો મે મેચ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો.

દિલ્હીના સુકાની મહેલા જયવર્ધનેએ પણ મેચ બાદ પત્રકારોને કહ્યું કે, નિશ્ચિત રીતે સર રિચાર્ડ્સના આવ્યા પછી ટીમમાં પરિવર્તન આવ્યું છે. હું પણ તેમને મારી સામે જોઇને અચંભિત થઇ ગયો હતો. ટીમના યુવા ખેલાડીઓ તેને જેવા મહાન ખેલાડી પાસેથી પ્રેરણા લઇ શકે છે.

English summary
Virender Sewhag, who broke Delhi Daredevils' six-match losing streak with an unbeaten 95, said it were the words of advice from West Indies legend Viv Richards before the encounter against Mumbai Indians that helped him Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X