World Cup Final Pitch Report : ફાઈનલમાં કેવી રહેશે પીચ, જાણો શું કહે છે પીચ રિપોર્ટ?
વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાવા જઈ રહ્યા છે. અહીં ભારત વધુ એક વર્લ્ડ કપ ઉઠાવવા માટે મેદાને ઉતરશે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો ધમાકેદાર રહેવાની પુરી સંભાવના છે. અહીં ભારત જીતે તો તે વિશ્વ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી જીત હશે અને 2003નો બદલો પુરો થશે.

આ મુકાબલો જીતતા જ ભારત ત્રણ કે તેથી વધુ વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયા પછી બીજી ટીમ બની જશે. હાલમાં તે વેસ્ટ ઈન્ડિઝ સાથે બે પોઈન્ટ પર બરાબરી પર છે. આ સિવાય ચાર વખત મેજબાની કર્યા બાદ ભારત ઘર આંગળે બે વખત વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની જશે.
અમદાવાદ સ્ટેડિયમની પીચ કેવી રહેશે?
અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે. આ દરમિયાન પ્રથમ હાઈ સ્કોરિંગ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ પછી ત્રણ મેચ લો સ્કોરિંગ રહી છે.
આ પિચ સ્પિન માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય ઝડપી બોલરો નવા બોલથી વિકેટ લેવામાં સફળ થઈ શકે છે. અહીં ટોસ જીતનાર પ્રથમ બોલિંગ કરવાનો પ્રયાસ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં વન ડેમાં સરેરાશ સ્કોરિંગ રેટ પ્રતિ ઓવર 5 રનથી ઓછો રહ્યો છે.
વર્લ્ડ કપ 2023માં અમદાવાદ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 244 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ રાસી વાન ડેર ડુસેનની અણનમ અડધી સદીના આધારે 47.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
