For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડકપ ના હોત તો સચિન 'ધ ગ્રેટ' ના હોત: વસીમ અકરમ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 5 નવેમ્બર: પોતાની આક્રમક બોલીંગથી તમામ ક્રિકેટરોની ઊંઘ ઉડાવનાર પાકિસ્તાનના હેંડસમ-ડેશિંગ પ્લેયર વસીમ અકરમે એકવાર ફરી દેશના મહાન ખેલાડી સચિન તેંડુલકર પર ટિપ્પણી કરી છે. અકરમે દુબઇમાં જણાવ્યું કે જો ભારત 2011માં વિશ્વ કપ જીતવામાં નિષ્ફળ જતું તો પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનું શાનદાર કરિયર અધૂરું રહી જતું. હકિકતમાં તો સચિનને ધ ગ્રેટ સચિન બનાવવામાં વિશ્વકપનો જ હાથ છે.

અકરમ અનુસાર વિશ્વ કપ ખિતાબે સચિનને મહાન ક્રિકેટ ખેલાડી બનાવી દીધો. આવતા વર્ષે આવનાર વિશ્વકપમાં બાકી બચેલા માત્ર 100 દિવસોની પૂર્વ સંધ્યા પર અકરમે પોતાના લેખમાં લખ્યું 'વ્યક્તિગત રીતે મને લાગે છે કે વિશ્વકપ ખિતાબ કોઇ પણ ક્રિકેટ ખેલાડીની કારકિર્દીને સંપૂર્ણ કરે છે. તેનું ઉદાહરણ સચિન છે, જેમના ભાવોને આરામથી તે સમયે વાંચી શકાતા હતા, જ્યારે તેમણે 2011માં વિશ્વકપને પોતાના હાથમાં ઉઠાવ્યો હતો. સોમ્ય સ્વભાવ વાળા સચિનના ચહેરા પર આવેલ સંતોષના તે ભાવને સરળતાથી જોઇ શકાતા હતા, જે ઘણા દિવસોથી ખિતાબ જીતવા માટે તલપાપડ હતા.'

wasim akram
ઉલ્લેખનીય છે કે અકરમ 1992માં ઇમરાન ખાનના નેતૃત્વમાં વિશ્વ કપ જીતનારી પાકિસ્તાની ટીમના સભ્ય હતા. સાથે જ 1999માં પાકિસ્તાનની ટીમ અકરમના નેતૃત્વમાં જ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. અકરમ 1987ના સેમીફાઇનલ અને 1996ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પાકિસ્તાની ટીમના પણ સભ્ય રહ્યા છે.

ચારવાર સચિનની વિરુદ્ધ વિશ્વ કપ રમનાર અકરમે લખ્યું કે વિશ્વ કપ વિજેતા ટીમ સભ્ય ક્યારેય ન બની શકવાનો દુ:ખ કેટલાંક મહાન ક્રિકેટ ખેલાડીઓ જેવા કે વેસ્ટઇન્ડિઝના બ્રાયન લારા, ભારતના સૌરભ ગાંગુલી તથા રાહુલ દ્રવિડ અને દક્ષિણ આફ્રીકાના જેક્સ કાલિસને પૂછવું જોઇએ, જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું.

અત્રે નોંધનીય છે કે આ એ જ અકરમ છે જેમની ફીલ્ડમાં સચિને ઘણી વખત ધોલાઇ કરી છે. અકરમે જ્યારે પહેલીવાર સયાલદાહ ટેસ્ટમાં સચિનને જોયો હતો તો કહ્યું હતું કે આ બાળક શું કરી બતાવશે? પરંતુ સચિનના બે જ શોટે તેના વિચારો બદલી નાખ્યા.

English summary
Pakistani fast bowling legend Wasim Akram Wednesday said that former Indian batting maestro Sachin Tendulkar's illustrious career would not have been complete without the 2011 World Cup victory, which eventually made him the greatest cricketer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X