For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન ગીતિકા સાથે રોમિયોએ કરી મારઝૂડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિસાર, 18 ડિસેમ્બર: ભારતની કુશળ પુત્રી પહેલવાન ગીતિકા ઝાખડની સાથે શરમજનક ઘટનાએ ફરી એકવાર ફરીથી આખા દેશને વિચારવા પર મજબૂર કરી દિધો છે કે દેશમાં કોઇ એવી જગ્યા નથી જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય.

જો કે ગ્લાસગો કોમનવેલ્થમાં 63 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન ગીતિકા ઝાખડે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે હિસારમાં બુધવારે તેમની સાથે એક રોમિયો યુવકે અશ્લીલ હરકતની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો તે યુવકે તેમને ગાળો ભાંડતાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

geetika-jakhar

ભારતની આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન ગીતિકાની સાથે રોમિયોની મારઝૂડ
અત્રે ઉલ્લેખનીય છે કે ગીતિકા બુધવારે હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ગિરી સેંટરમાં પ્રેક્ટિસ માટે ગઇ હતી, ત્યાં તે દિવસે ત્યાં બાસ્કેટ બોલની ગેમ ચાલી રહી હતી જેના લીધે ત્યાં છોકરા-છોકરીઓની ભીડ હતી. ગીતિકાની સાથે તેમની કેટલીક મહિલા ખેલાડીઓ પણ હતી.

ગીતિકાને રોમિયાએ ભાંડી ગાળો
આ દરમિયાન સુનીલ ઉર્ફે ચન્ની નામનો યુવક આવ્યો અને તેણે ગીતિકાને અશ્લીલ ભાષામાં કેટલાક અપશબ્દો કહ્યા જેનો ગીતિકાએ જ્યારે વિરોધ કર્યો તો સુનીલ તેની સાથે હાથાપાઇ પર ઉતરી આવ્યો અને તેણે તેમને ગાળો ભાંડતા જાનથી મારી નાખવાની ધમકી આપી. જેના લીધે ગીતિકાએ પોલીસમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

રાષ્ટ્રમંડળ રમતોમાં ગીતિકાએ જીત્યો હતો સિલ્વર મેડલ
ગીતિકાનું કહેવું છે કે તે સુનીલ ઉર્ફે ચન્નીને પહેલાંથી ઓળખતી નથી. ગીતિકાની ફરિયાદ પર પોલીસે યુવક વિરૂદ્ધ મારઝૂડ, ગેરવર્તણૂંક અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરાવ્યો છે જો કે હિસાર પોલીસ ચન્નીની શોધખોળ કરી રહી છે.

English summary
Wrestler Geetika Jhakhar Receives Threat in Hisar. Geetika Jakhar of India got silver medal against the Canadian Danielle Lappage in the finals of the Women’s Free Style 63 kg category event at the Commonwealth Games 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X