For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2018: કુશ્તીમાં રાહુલ અવારે એ જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમમાં બબીતા કુમારીની હાર થયા ના થોડા જ સમયમાં રાહુલ અવારે એ દેશને 13મોં ગોલ્ડ મેડલ અપાવ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોમનવેલ્થ ગેમમાં બબીતા કુમારીની હાર થયા ના થોડા જ સમયમાં રાહુલ અવારે એ દેશને 13મોં ગોલ્ડ મેડલ અપાવ્યો. ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં રાહુલ અવારે ઘ્વારા કેનેડાના પહેલવાન સ્ટીવન તાકાહાશી ને 15-7 થી હરાવીને ભારતને ગોલ્ડ અપાવ્યો. જયારે બીજી તરફ દંગલ ગર્લ બબીતા કુમારી પર બધાની નજર હતી. પરંતુ તેઓ ફાઇનલ મેચમાં હારી ગયા અને તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

cwg 2018

ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ રાહુલે તિરંગો લીધો અને "ભારત માતા ની જય" કહી દોડવાનું શરૂ કર્યું. દર્શકોમાં ભારે ઉત્સાહ ફેલાઈ ગયો હતો. જયારે બબીતા કુમારી કેનેડાની પહેલવાન ડાયના વિકરને હરાવી શકી નહીં અને તેમને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. બબીતા કુમારી આ મુકાબલો 2-5 થી હારી હતી.

આજે કુશ્તીમાં કુલ 8 મેડલ દાવ પર લાગ્યા છે. ચાર મેડલ મહિલા અને પુરુષની અલગ અલગ કેટેગરીમાં દાવ પર લાગ્યા છે. હવે રસપ્રદ બાબત રહેશે કે આઠમા દિવસે ભારતીય ખેલાડીઓ પાસે કેટલા મેડલ હાથ લાગશે.

સુશીલ કુમારે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમી ફાઇનલ મેચમાં તેઓ ઓસ્ટ્રેલિયા ન કોનોર ઇવાન્સને 4-0 હરાવીને ફાઇનલમાં આવ્યા હતા. કોમનવેલ્થ ગેમમાં અત્યારસુધી ભારત પાસે 27 મેડલ થઇ ગયા છે. જેમાં 13 ગોલ્ડ, 6 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

English summary
Wrestler rahul aware wins gold medal men freestyle 57kg category
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X