For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં વિનેશ ફોગાટે જાપાની ખેલાડી યુકીને પટકીને 6-2 થી ફાઈટ જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સમાં ભારત માટે સોમવારનો દિવસ ઘણો સારો રહ્યો છે. દીપક કુમારે સિલ્વર જીત્યા બાદ વિનેશે ભારતને ગોલ્ડ અપાવ્યો, વિનેશ ફોગાટે જાપાની ખેલાડી યુકીને પટકીને 6-2 થી ફાઈટ જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાવ્યો છે. વિનેશ ઘણી પ્રતિભાશાળી ખેલાડી છે. 21 વર્ષની ઉંમરમાં રિયોમાં આયોજિત ઓલિમ્પિકમાં શામેલ થઈ હતી.

vinesh phogat

એશિયન ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગની કુશ્તીમાં વિનેશે ગોલ્ડ જીત્યો છે. આ પહેલા શનિવારે ચીનની સુન યાનને 8-2 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. વર્ષ 2014 ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર વિનેશ, બબીતા કુમારી ફોગાટ અને ગીતાની બહેન છે. વિનેશના તાઉ મહાવીર સિંહ જાણીતા પહેલવાન હતા.

આ પણ વાંચોઃ Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલઆ પણ વાંચોઃ Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ

વર્ષ 2018 ના કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગભારમાં વિનેશને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સાથે તેણે એશિયન ચેમ્પિયનશીપમાં 3 સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા હતા. વિનેશે પહેલી વાર વર્ષ 2013 માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. 51 કિલોગ્રામ વર્ગભારમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 24 ઓગસ્ટ 1994 માં જન્મેલી વિનેશે નાની ઉંમરમાં જ પહેલવાનીમાં પોતાની ધાક જમાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફાઈચના પહેલા જ રાઉન્ડમાં વિનેશ 4-0 થી આગળ હતી.

આ પણ વાંચોઃ Asian Games 2018: ઢાબા પર કામ કરતી હતી કવિતા ઠાકુરઆ પણ વાંચોઃ Asian Games 2018: ઢાબા પર કામ કરતી હતી કવિતા ઠાકુર

English summary
wrestler vinesh phogat wins india's second gold asian games
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X