For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નસીરુદ્દીનના ડર' વાળા નિવેદન પર ભડક્યા પહેલવાન યોગેશ્વર દત્ત

ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે. નસીરુદ્દીનના નિવેદન પર ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તે પોતાની પ્રતિક્રિયા આપી છે. પૃષ્ઠભૂમિ માટે તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે દેશની વર્તમાન સ્થિતિથી તેમને ડર લાગે છે કારણકે આજે દેશમાં ગાય એક પોલિસ અધિકારી કરતા વધુ જરૂરી બની ગઈ છે.

‘અમુક ઘટનાઓ પર કેમ લાગે છે ડર?'

આ નિવેદન ક્યાંકને ક્યાંક બુલંદશહરમાં મચેલા ઉપદ્રવના સંદર્ભમાં છે જેમાં એક પોલિસ ઈન્સ્પેક્ટર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. નિવેદન અંગે યોગેશ્વર દત્તે કહ્યુ કે આ દેશમાં જે લોકોને પોતાના બાળકો માટે ડર લાગી રહ્યો હોય તે ડર ત્યારે ક્યાં હતો નસીરુદ્દીનજી જ્યારે 1984ના રમખાણો થયા, જ્યારે 1993માં મુંબઈ બ્લાસ્ટ થયો, 26/11નો હુમલો થયો?

‘યાકુબ મેમણની અરજી પર સહી કરતી વખતે ડર નહોતો લાગ્યો?'

યોગેશ્વરે નસીરની મનસા પર સવાલ ઉઠાવતા તેમને પૂછ્યુ કે એક આતંકવાદી સંગઠને ભારત અને બાંગ્લાદેશના નાગરિકોનું અપહરણ કરીલલીધુ અને બાદમાં બાંગ્લાદેશીઓનો ધર્મ જોઈને છોડી દીધા, બાકીના બધા 39 ભારતીયોને મારી દીધા, ત્યારે તમને ગુસ્સો નહોતો આવ્યો?

‘નસીરુદ્દીન તમે કઈ તરફ છો, ખબર પડી રહી છે'

ત્યારબાદ યોગેશ્વરે બુલંદશહરની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે આ પહેલા થયેલા રમખાણોમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા પરંતુ ત્યારે તમે કોઈ ડરની વાત નહોતી કરી. ત્યારબાદ યોગેશ્વરે નસીરુદ્દીનના સ્ટેન્ડ પર શંકા કરતા કહ્યુ કે આનાથી સમજમાં આવે છે કે તમે કઈ તરફ છો, કૃપા કરી આતંકી પર દયા કર્યા બાદ પોતાને દેશભક્ત ન કહો. ત્યારબાદ યોગેશ્વરે હાથ જોડીને જય હિંદ, જય ભારત બોલીને પોતાની વાત ખતમ કરી દીધી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 6 આતંકી ઠારઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 6 આતંકી ઠાર

English summary
yogeshwar dutt slams naseeruddin shah his latest statement on intolerance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X