For Quick Alerts
For Daily Alerts
વિશ્વાસ રાખવા બદલ યૂસુફે માન્યો ગંભીરનો આભાર
કોલકાતા, 4 મે: કોલકાતા નાઇટરાઇડર્સના બેટ્સમેન યૂસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ પર મળેલી જીતથી ફોર્મમાં વાપસી કરી અને તેણે પોતાના કપ્તાન ગૌતમ ગંભીરનો આભાર માન્યો જેણે મુશ્કેલીના સમયમાં પણ તેની પર વિશ્વાસ રાખ્યો.
યૂસુફે શુક્રવારે રાત્રે અણનમ 49 રનની પારી રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની યોગદાન આપ્યું. તેમણે કહ્યું કે 'મારા માટે સૌથી મોટી વસ્તુ ગંભીરનું સમર્થન હતું, તેણે મને ખરેખર એવો અહેસાસ અપાવ્યો કે હું ક્યારેય ખરાબ ફોર્મમાંથી પસાર નથી થયો. હું હંમેશા સહજ બની રહ્યો. ટીમ અને સહયોગી સ્ટાફે પણ મારો પૂરેપૂરો ભરોસો કર્યો.'
તેમણે જણાવ્યું કે 'મારા માટે સૌથી મોટી વસ્તુ એ છે કે મારી પાસે ઇરફાન જેવો ભાઇ છે, ગંભીર જેવો કપ્તાન છે જે મારું હંમેશા સમર્થન કરે છે. મારો પરિવાર રમતને સમજે છે અને પરિવારવાળાઓએ મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે'
યૂસુફે જેક કાલિસની સાથે બેટિંગ કરવાની મજા માણી અને બંનેએ ત્રીજી વિકેટ માટે મળીને અણનમ રહીને 78 રનોની ભાગીદારી સાથે કોલકાતાને વિજય અપાવી દીધો.