• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલા ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો અને પછી બે તમાચા ચોડી દીધા યુસુફ પઠાણે...

|

વડોદરા, 24 ડિસેમ્બર: દિવસોથી બહાર ભારતીય ટીમમાંથી ઘણા પટકાયેલા યુસુફ પઠાણ એક વાર ફરીથી વિવાદોમાં ફંસતા દેખાઇ રહ્યા છે. યુસુફ પઠાણે રણજી મેચ દરમિયાન દર્શક દીર્ઘામાં બેસેલા એક યુવાનની અભદ્ર ટિપ્પણીના કારણે પોતાનો પિત્તો ગુમાવ્યો અને તેને તમાચા ચોડી દીધા.

રણજી સીરિઝમાં જમ્મુ-કાશ્મીર અને વડોદરાની વચ્ચે મેચ ચાલી રહી હતી અને મેચમાં વડોદરાના ઘણા ખેલાડીઓ પર ઓડિયન્સમાં બેસેલ એક યુવાન ઘણા સમયથી ખેલાડીઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો. ઘણા સમય સુધી તેને સાંભળ્યા બાદ યુસુફ પઠાણે પોતાનો પિત્તો ગુમાવ્યો અને દર્શકને તમાચો જીંકી દીધો.

પઠાણે દર્શકને ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો અને તેને તમાચો ચોડી દીધો. પરંતુ જેવી ઇરફાન પઠાણને આ વાતની ખબર પડી તે તુરંત ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયો અને સ્થિતિને સંભાળવાની કોશીશ કરી. જ્યારે અભદ્ર ટિપ્પણી કરનારા યુવકના માતાપિતાની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો.

વડોદરા ક્રિકેટ એસોસિએશનની સેક્રેટરી સ્નેહલ પારિખે જણાવ્યું કે મેચ દરમિયાન એક દર્શક અંબાતી રાયડુ સહિત ઘણા ખેલાડીઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો, દર્શકના આ વ્યવહારને યુસુફ પઠાણ બિલકૂલ પણ સાખી લેવાના મૂડમાં ન્હોતા. આ ઘટનાની જાણકારી બીસીસીઆઇને આપવામાં આવી છે.

English summary
Yusuf pathan slapped a young spectator for passing indecent comment. Pathan called the spectator in the dressing room and slapped him twice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X