For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજ એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પુનરાગમન માટે તૈયાર

By Super
|
Google Oneindia Gujarati News

yuvraj singh
મુંબઇ, 4 નવેંબરઃસંદીપ પાટિલની આગેવાની નવી પસંદગી સમિતિ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15થી 19 નવેમ્બર સુધી અમદાવાદમાં રમાનાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે કાલે ટીમની પસંદગી કરશે, જેમાં પુરી શક્યતાઓ છે કે યુવરાજ સિંહ ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પુનઃ હાંસલ કરશે.

જો કે, સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે કેન્સરના ઉપચાર બાદ ડાબોડી બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટની મુશ્કેલીઓને જોતા પોતાની ફિટનેસનું જાતે જ નિરિક્ષણ કરશે, બીજી તરફ એ અસંભવ જણાઇ રહ્યું છે કે પસંદગીકારો તેને ટીમમાંથી બહાર રાખશે.

યુવરાજે એ ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે કે જે શ્રીલંકામાં ટી20 વિશ્વ ચેમ્પિયનશિપમાં ફ્લોપ રહી હતી. ત્યાર બાદ તેણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં હૈદરાબાદમાં રમાયેલી દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.

અઙીં બ્રેબોર્ન સ્ટેડિયમમાં મહેમાન ઇગ્લેન્ડ ટીમ વિરુદ્ધ શરૂઆત ત્રણ દિવસીય વોર્મ અપ મેચમાં ભારત એ ટીમ માટે પસંદગી પામ્યા બાદ યુવરાજે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને 59 રન બનાવી શાનદાર ઇનિંગ રમી હતી અને ત્યાર બાદ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પાંચ વિકેટ મેળવી હતી.

English summary
Yuvraj Singh is all set to regain his spot in the Indian Test squad when the new national selection panel, headed by Sandeep Patil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X