ઇંગ્લેન્ડ વિરુદ્ધ અભ્યાસ મેચમાં રમશે યુવરાજ
આ ડાબોડી બેટ્સમેને સુરેશ રૈનાને સુરેશ રૈનાની આગેવાનીવાળી 14 સભ્યોની ભારત એ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. કેન્સરમાંથી બહાર આવ્યા બાદ યુવરાજે ટી-20 ક્રિકેટ વિશ્વકપથી ક્રિકેટમાં પુરનાગમન કર્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની અભ્યાસ મેચમાં સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે તેનો દાવો મજબૂત થઇ જશે. સંદીપ પાટિલના નેતૃત્વવાળી નવી પસંદગી કમિટી દ્વારા જાહેર કરાયેલી ટીમમાં શિખર ધવન, અજિંક્યા રહાણે અને મનોજ તિવારી સહિતના છ બેટ્સમેન સામેલ છે. ટીમમાં રિદ્ધિમાન સાહાનો એકમાત્ર વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમની બોલિંગનું નેતૃત્વ ઇરફાન પઠાણના હાથમાં હશે અને અશોક ડિંડા તથા વિનય કુમાર તેનો સાથ આપશે.
ભારત એ ટીમઃ સુરેશ રૈના(સુકાની), મુરલી કાર્તિક, શિખર ધવન, અજિંક્યા રહાણે, યુવરાજ સિંહ, મનોજ તિવારી, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), ઇરફાન પઠાણ, વિનય કુમાર, પરવિંદર અવાના, અશોક ડિંડા, રોબિન બિષ્ટ, અશોક મનેરિયા અને અભિનવ મુકુંદ.