For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજ દુલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yuvaraj-singh
હૈદ્રાબાદ, 15 ઑક્ટોબર: વર્લ્ડકપ 2011ના 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' યુવરજ સિંહે દુલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી નવેમ્બરમાં ઇગ્લેંડ વિરૂદ્ધ રમાવનારી ટેસ્ટ સિરિઝમાં સ્થાન મેળવવાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. યુવરાજે નોર્થ ઝોન તરફથી શાનદાર પ્રદર્શન કરતાં 152 બોલમાં 133 રન બનાવ્યાં છે. આ ઇનિંગમાં યુવરાકે 20 ચોગ્ગા અને બે છક્કા ફટકાર્યા હતા.

યુવરાજ સિંહ ફૂલ ફોર્મમાં જોવા મળતો હતો પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધી તે નોટઆઉટ રહ્યો હતો. આ ઇનિંગ દ્રારા યુવરાજે સાબિત કરી દિધું કે તે ટેસ્ટ સિરિઝ માટે તૈયાર છે.

યુવરાજ સિંહે કેન્સરની સારવાર કરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપ 2012 માટે પુનરાગમન કર્યું હતુ અને બોલીંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બેટીંગમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતું. દુલીપ ટ્રોફીમાં ભાગ લેતાં પહેલાં યુવરાજે કહ્યું હતું કે ટેસ્ટ મેચ તેમને થકવી દેશે પરંતુ પોતાના કેરિયર આગળ ધપાવવા માટે તેમને આ આકરો નિર્ણય લેવો પડશે. યુવરાજે ઉત્તર ઝોનના કેપ્ટન શિખર ધવન સાથે મળીને 160 રનની ભાગીદારી કરી હતી અને પોતાની ટીમને પ્રથમ દિવસની રમતમાં 346 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.

English summary
Yuvraj scored a hundred in Duleep Trophy and made a successful comeback in long format of the game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X