For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુલીપ ટ્રોફી: યુવરાજે બેવડી સદી ફટકારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yuvaraj-singh
હૈદ્રાબાદ, 15 ઑક્ટોબર: રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહેલી દુલીપ ટ્રોફીના દ્રિતિય સેમીફાઇનલ મુકાબલાના બીજા દિવસે સેન્ટ્રલ ઝોન સામે ઉત્તર ઝોને પ્રથમ દાવમાં 451 રન બનાવ્યાં હતાં. ઉત્તર ઝોન ટીમ તરફથી યુવરાજે સૌથી વધુ 208 રન બનાવ્યાં હતાં. તેના જવાબમાં સેન્ટ્રલ ઝોનની ટીમે પોતાના દાવમાં લંચ સુધીમાં એકપણ વિકેટના નુકસાન સાથે 11 રન બનાવી લીધા છે. વિનીત સક્સેના છ અને તન્મય શ્રીવાસ્તવ ચાર રન બનાવી ક્રીઝ પર હાજર છે.

આ પહેલાં ઉત્તર ઝોને પ્રથમ દિવસે ચાર વિકેટ ગુમાવી 346 રન બનાવ્યાં છે. ગઇકાલે 133 રને અણનમ રહેલા યુવરાજ સિહેં અને પારસ ડોગરાએ બીજા દિવસે રમતની શરૂઆત કરી હતી. આજે ડોગરાના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. ડોગરાએ 37 રન બનાવ્યાં હતાં. ત્યારબાદ ઋષિ ધવન અને અમિત મિશ્રાએ ત્રણ-ત્રણ રન બનાવી આઉટ થયા હતા.

રાહુલ શર્મા શૂન્ય રન સ્કોરે આઉટ થઇ ગયો હતો. યુવરાજના રૂપમાં ઉત્તર ઝોને નવમી વિકેટ ગુમાવી હતી, યુવરાજે 241 બોલમાં 33 ચોગ્ગા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા. ઇશાંત શર્માને આઠ રનના નજીવા સ્કોરે પ્રવીણે બોલ્ડ કરી દિધો હતો. સેન્ટ્રલ ઝોન તરફથી પ્રવિણ અને કાર્તિકે ચાર-ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ભુનેશ્વર અને રિતુરાજ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર ઝોન તરફથી કેપ્ટન શિખર ધવને 121 રનની ઇનિંગ રમી હતી.

English summary
Yuvraj Singh has cracked a double century on Day 2 of the Duleep trophy semifinal fixture against Central Zone in Hyderabad on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X