For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બેંગોલ ટાઇગર'ને વિશ્વાસ 'સિંહ' ફરશે ટીમમાં પરત

|
Google Oneindia Gujarati News

કોલકતા, 20 સપ્ટેમ્બરઃ ઇન્ડિયા એ તરફથી યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવી રહેલા શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત થઇ ઉઠેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આ સ્ટાઇલીશ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરવાને હકદાર છે.

ગાંગુલીએ કહ્યું કે, તેને ફરીથી આ પ્રકારે બેટિંગ કરતો જોવો એ ઘણી જ સારી બાબત છે. હું જરા પર આશ્ચર્ય નથી કે તે પુનરાગમન કરશે. તે 200 ટકા પુનરાગમન કરશે. મીડલ ઓર્ડરમાં યુવરાજ સિંહ હોવો જોઇએ. દિનેશ કાર્તિક પ્રત્યે આદર છે, પરંતુ નંબર 4ની પોઝીશન યુવરાજ સિંહ વધારે ડિઝર્વ કરે છે.

yuvrajbatting
નોંધનીય છે કે, ભારતીય ટીમના પસંદગીકર્તાઓ 30મી સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમની પસંદગી કરવાના છે. નોંધનીય છે કે, યુવરાજ સિંહના નેતૃત્વ હેઠળ ઇન્ડિયા એ ભલે વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણી 2-1થી હારી ગયું હોય પરંતુ યુવરાજ સિંહે પહેલી મેચમાં 123 અને અન્ય બે મેચોમાં 40 અને 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે, ગાંગુલીએ એ અહેવાલને ફગાવી દીધા હતા કે ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે સચિન તેંડુલકરને 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ અંગે યોજના બનાવી લેવા માટે કહ્યું હોય. ગાંગુલીએ કહ્યું કે, આવું ચિંતન ભુતકાળમાં ખેલાડીઓ સાથે જેમકે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને મારી સાથે થતું હતું, પરંતુ હું નથી માનતો કે બોર્ડ અને પાટીલે સચિનને કહ્યું હશે કે આ તેની અંતિમ મેચ છે.

English summary
Delighted to see Yuvraj Singh get his silken touch back, former India captain Sourav Ganguly on Thursday said the stylish left handed batsman deserves a comeback into the national team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X