For Quick Alerts
For Daily Alerts

ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગે છે ઝહીર ખાન
બેંગ્લોર, 20 મે: રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર ઝહીર ખાન ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે અને તેમને કહ્યું હતું કે તે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ ફિટનેસ બનાવવા માટે કરશે. ઇજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યાં બાદ ઝહીરખાને તાજેતરમાં જ આરસીબી દ્રારા પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે.
આઇપીએલની વેબસાઇટે ઝહીર ખાનના હવાલેથી કહ્યું છે કે આઇપીએલ બાદ પોતાની ફિટનેસ અને ફોર્મ પર ગંભીરતાથી કામ કરતાં ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. હાલમાં આ જ મારા દિમાગમાં છે. હું મજબૂત ફિટ અને બધા વિભાગોમાં યોગ્ય બનવા માટે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ કરવા માંગું છું.
આઇપીએલ-6માં પોતાની બીજી મેચ રમતાં ઝહીર ખાને કાલે ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ બે ઓવરમાં ચાર વિકેટ ઝડપી પાડી આરસીબી પ્લે ઓફમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખી છે. ઝહીર ખાને કહ્યું હતું કે હું મેદાન પર પુનરાગમન કરવા માટે ઉત્સુક છું પરંતુ હું જ્યારે પણ ઇજાગ્રસ્ત થયો છું ત્યારે પુનરાગમન માટે ઉતાવળ કરી નથી. આ વખતે પણ હું કેટલીક મેચો પહેલાં રમી શકતો હતો પરંતુ હંમેશા ઉતાવળમાં પુનરાગમન કરવા છતાં એક મેચમાં મોડું રમવું સારું. ટ્રેનર, ફિજિયો અને મારા વચ્ચે આ ધારણા હતી.
Comments
zaheer khan indian team ipl royal challengers bangalore ઝહીર ખાન ભારતીય ટીમ આઇપીએલ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર cricket
English summary
Royal Challengers Bangalore's Zaheer Khan is eager to reclaim his place in the Indian team and said he will look to use the period after IPL to attain peak fitness.
Story first published: Monday, May 20, 2013, 10:05 [IST]