સંત ભૈયુજી મહારાજે ગોળી મારીને આત્મહત્યા કરી

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સંત ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સંત ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમને તરત ઇન્દોરમાં બોમ્બે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જે જાણકારી મળી રહી છે તેના અનુસાર સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી છે. આપણે જણાવી દઈએ કે સંત ભૈયુજી મહારાજને શિવરાજ સરકારમાં મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સંત ભૈયુજી મહારાજ 5 સંતોમાં શામિલ છે જેમને શિવરાજ સરકારે મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભૈયુજી મહારાજે સરકારના આ નિર્ણયને સ્વીકાર કર્યો ના હતો.

bhayyuji maharaj

આપણે જણાવી દઈએ કે સંત ભૈયુજી મહારાજનું વાસ્તવિક નામ ઉદય સિંહ દેશમુખ છે. તેમનો જન્મ સુજાલપુર (મધ્યપ્રદેશ) ના ખેડૂત પરિવારમાં થયો હતો. હાલમાં ભૈયુજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું જયારે શિવરાજ સરકારમાં તેમને મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પહેલા ભૈયુજી મહારાજ વિશે બે ખબરો આવી હતો પહેલી ખબર તેમના લગ્ન વિશે અને બીજી ખબર તેમના પર થતા હુમલા વિશે.

ગયા વર્ષે એપ્રિલ 2017 દરમિયાન સંત ભૈયુજી મહારાજે બીજા લગ્ન કર્યા હતા. તેમને ગ્વાલિયરની ડોક્ટર આયુષી સાથે સાત ફેરા લીધા હતા. સંત ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવી દોઢ વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. પહેલા લગ્ન ઘ્વારા તેમને એક દીકરી પણ છે, જે પુણેમાં રહીને અભ્યાસ કરી રહી છે. સંત ભૈયુજી મહારાજ સાર્વજનિક જીવનથી સન્યાસ અંગે ઘોષણા કરી ચુક્યા હતા. પરંતુ અચાનક લગ્નનો નિર્ણય કરીને તેમને લોકોને ચોંકાવી દીધા.

સંત ભૈયુજી મહારાજનો આશ્રમ ઈંદોરના બાપટ પાસે આવેલો છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પીએમ નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેખમુખ, શરદ પવાર જેવી ઘણી હસ્તીઓ તેમના આશ્રમ પર આવી ચુકી છે. ભૈયુજી મહારાજના પિતા મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુક્યા છે. સંત ભૈયુજી મહારાજે આંદોલન દરમિયાન ભૂખ હડતાલ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X