મોદી તેમની પત્ની વિશે કેમ કઇ નથી બોલતા: દિગ્વિજય સિંહ

દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે તેઓ કોઇ રાજનેતાના અંગત જીવન પર નથી બોલતા, પરંતુ મોદીએ કેન્દ્રીય રાજ્યમંત્રી શશિ થરૂરની પત્ની પર જે રીતની ટિપ્પણી કરી છે તે સમગ્ર નારીનુ અપમાન છે અને તેઓ તેમના આ નિવેદનની નિંદા કરે છે.
કોંગ્રેસ મહાસચિવે મોદીએ કરેલા સુનંદા પુષ્કર પરના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું કે 'મોદી પોતાની પત્નીના નામને લઇને ચૂપ કેમ છે, તેમના લગ્ન 1968માં જશોદાબેન સાથે થયા હતા, જેને લગતા વીડિયો યુટ્યુબ પર પણ છે.'
જોકે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પત્નીનો મુદ્દાએ ખુબ જ જોર પકડ્યું હતું. અને એકવાર ફરી ચૂંટણીના સમયે આ મુદ્દો આગ પકડી રહ્યો છે.
શિમલામાં બીજેપી પર પ્રહાર
દિગ્વિજય સિંહે આજે શિમલામાં બીજેપી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બીજેપી સાશિત રાજ્યોમાં જમીન કૌભાંડ સામે આવ્યા છે જ્યારે કોંગ્રેસે ગરીબોને જમીન ફાળવી છે.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે બીજેપીનેતા અનુરાગ ઠાકુરે સ્ટેડિયમ પાસેની જમીનનો ઉપયોગ શા માટે બદલ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ધર્મશાળામાં સ્ટેડિયમ બનાવવામાં કૌભાંડ નથી થયું પરંતુ ખેલાડિઓને રહેવા માટેના સ્થળે ફાઇવ સ્ટાર હોટલ શા માટે બનાવવામાં આવી.












Click it and Unblock the Notifications
