• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક દિવસમાં મુંબઇની આસપાસ ફરવા લાયક 10 જગ્યાઓ

|

મુંબઇની ભાગદોડ ભરેલી લાઇફ ભરેલી લાઇફમાં જ્યારે એક દિવસની રજા આવે કે પછી બે ત્રણ દિવસની એક સામટી રજાઓ આવે દરેક મુંબઇગરાને થઇ જાય છે કે બોસ, આજે તો ક્યાંક જવું છે. તો જો તમને પણ એવું જ થતું હોય તો આ આર્ટીકલમાં અમે તમને મુંબઇની આસપાસ એક જ દિવસમાં કે બે દિવસમાં જઇ શકાય તેવી 10 જગ્યાઓ વિષે જણાવાના છીએ.

જો તમને પણ રોજ લોકલ ટ્રેનમાં ધક્કા ખાવા અને એ જ મોલની લાઇટો અને કેન્ડલ લાઇટ ડિનર કરવાના બદલે આજે તો તેવી કોઇ જગ્યા જવું હોય છો ખુલ્લી પ્રદૂષણ મુક્ત હવા હોય, તો વરસાદે ધરતીની લીલીછમ કરી હોય કે પછી જ્યાં દરિયાકાંઠે સૂરજ ડૂબતો હોય અને તમારી જોડે તેમા પ્રિયતમનો સાથ હોય તો વાંચો આ આર્ટીકલ.

બસ એક જ દિવસમાં મુંબઇની આસપાસ ક્યાં ફરી આવશો તે જાણો અને સાથે જ જાણો જે તે જગ્યાની કેટલીક રસપ્રદ માહિતી. તો રાહ કોની જોવ છો આ 10 જગ્યામાંથી કોઇ જગ્યા નક્કી કરી લો અને બેગ ઉપાડી નીકળી જાવ આ રવિવાર ફરવા માટે...

અલિબાગ

અલિબાગ

મુંબઇથી દૂર- 92.1 કિમી (2 કલાક 35 મિનિટ)

એક દિવસ માટે આ બેસ્ટ ઓપશન છે બાઇક પર આ રસ્તે જવાની મજા જ કંઇક ખાસ છે. વળી અહીં સુંદર બીચો છે. આ સિવાય અહીં સિદ્ધેશ્વર મંદિર, વિક્રમ વિનાયક મંદિર, કનકાનેશ્વર મંદિર જેવા ધાર્મિક સ્થળો પણ છે. જે જોવા લાયક છે.

કોલાડ

કોલાડ

મુંબઇથી દૂરી- 122 કિમી (2 કલાક 11 મિનિટ)

રાયગઢમાં આવેલ આ નાનકડા ગામ કુંદાલિકા નદી પર હાલમાં જ શરૂ કરવામાં આવેલ રિવર રાફ્ટિંગ અને અન્ય વોટર એક્ટીવિટીના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વળી અહીં સારા રિસોર્ટ પણ આવેલા છે. તે સિવાય અહીં દેવી કેદાર જનની હિલ, ભીરા ડેમ, કોલાડ ડેમ, સતુરવદી લેક, તાલા ફોર્ટ અને કુડા ગુફાઓ પણ જોવા લાયક છે.

ઇગતપુરી

ઇગતપુરી

મુંબઇથી દૂરી: 121 કિમી (2 કલાક 11 મિનિટ)

મુંબઇની સૌથી પાસે આવેલું આ હિલ સ્ટેશન લીલાછમ પહાડોનું ઘર છે. વળી અહીં જાણીતી વિપસ્યના આંતરાષ્ટ્રિય એકેડમી પણ આવેલી છે જે જોવા લાયક છે. આ પશ્ચિમ ધાટોની સુંદરતા તમને એક જ દિવસમાં રિફ્રેશ કરી દેવા માટે સક્ષમ છે.

કરજત

કરજત

મુંબઇથી દૂર: 62.3 કિમી (1 કલાક 24 મિનિટ)

કરજત પણ સુંદર હિલ સ્ટેશન છે. અહીંનો ભોર ધાટ જોવા લાયક છે. વળી અહીં વિવિધ સ્પોર્ટ ટૂરિઝમ, ફિલ્મોનું શૂટિંગ, સ્પા હોસ્પિટાલિટી પણ થાય છે.

દહાનું

દહાનું

મુંબઇથી દૂરી- 141 કિમી (2 કલાક ને 30 મિનિટ)

દહાનું એક નાનું કોસ્ટલ ટાઉન છે. તે તેના ટ્રાયબલ ટૂરિઝમ અને રુરલ ટૂરિઝમ માટે વખણાય છે. વળી અહીનું પરનકા બીચ, નરપાડ પાસેનું સાઇ બાબા મંદિર, ચરોટી પાસેનું મહાલક્ષી મંદિર વખણાય છે. તે સિવાય કુર્ઝા ડેમ, ધમની ડેમ, ગંભીર ગઢ, કનેરી ડોનગર પણ જાણીતો છે.

ખંડાલા અને લોનાવાલા

ખંડાલા અને લોનાવાલા

મુંબઇથી દૂરી- 81.5 કિમી (1 કલાક 29 મિનિટ)

મુંબઇની સૌથી પાસે જો કોઇ ફરવા લાયક સ્થળ હોય તો તે છે ખંડલા અને લોનાવાલા. આ બન્ને સ્થળોની સુંદરતા ચોમાસામાં કંઇક ખાસ થઇ જાય છે. વળી અહીં સાઇટસિઇંગ અને ટ્રેકિંગની પણ અનેક જગ્યાઓ હોય છે. તો મુંબઇમાં રહીને એક વાર તો અહીં જવું જ જોઇએ. ઇસ્ટ મસ્ટ.

બોરડી

બોરડી

મુંબઇથી દૂરી- 156 કિમી (3 કલાક)

રસ્તામાં મસ્ત ચીકુના ખેતરો જોતા જવાનું અને સરસ મજાના બીચે બેસી સાંજે ક્રિકેટ રમવાનું. બોરડી બીચ સિવાય પણ તમે અહીંના હેરિટેજ બંગ્લો અને ચીકુના ખેતરોની મઝા માણી યુનિક અનુભવ મેળવી શકો છો.

કાસીદ

કાસીદ

મુંબઇથી દૂરી- 121 કિમી (3 કલાક 33 મિનિટ)

મિત્રોના ઝૂંડ સાથે જવા જેવી જગ્યા એટલે કાસીદ.

અરેબિયન દરિયા કિનારે આવેલ આ બીચ પ્રમાણમાં ચોખ્ખોને સુંદર છે. અહીં તમે આરામથી ચિલ મારી શકો છે. વળી અહીના લીલા પહાડો, સુંદર બીચ તમને અંદરથી હેપ્પી જરૂરથી કરી દેશે.

માથેરન

માથેરન

મુંબઇથી દૂરી- 83 કિમી (1 કલાક 57 મિનિટ)

માથેરન એશિયાનું એક માત્ર એવુ હિલસ્ટેશન છે જે ઓટોમોબાઇલ ફ્રી છે. અહીં પ્રાઇવેટ વાહનો ચલાવાની છૂટ નથી. આવું અહીંના પ્રાણીઓ અને વન્ય સુષ્ટિને બચાવા માટે કરવામાં આવ્યું છે.

તમે અહીં 2-3 દિવસ સામટી રજા હોય ત્યારે આવી શકો છો. અહીં તમે ટ્રેકિંગની મઝા માણી શકો છો. અહીં કેટલાક સ્થળોએ ચાલીને જવું પડે છે તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. સનસેટ વખતે આ પહાડો પરથી સૂર્યને જોવાની મજા જ કંઇક ખાસ છે.

મુરુદ

મુરુદ

મુંબઇથી દૂરી- 157 કિમી (3 કલાક 29 મિનિટ)

મુરુદ-જાન્જીરા કિલ્લો, કોર્લારી કિલ્લો, ખોકરી ટોમ્બ, દત્તા મંદિર, શ્રી સીડી એહમદ ખાન મહેલ, સવદ કડા ધોધ અહીંના જાણીતા ટૂરિસ્ટ સ્થળો છે. બે દિવસ હોય તો સરસ ફરી શકાય તેવી આ જગ્યા છે.

English summary
Mumbai is the most populous city in India. People in most urban centres like Mumbai have a hectic lifestyle and they often love a weekend break.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more