• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતના આ રમણીય સ્થળોએ તમે કદાચ જ ગયા હશો!

By Shachi
|

ભારત નવીનતાઓથી ભરલો દેશ છે. સંસ્કૃતિની વાત હોય, તહેવારોની રોનકની વાત હોય, ખાણી-પીણીની, ભાષાઓની કે પર્યટન સ્થળોની, દરેકમાં વિવિધતા જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને દ્રષ્યોની વાત કરીએ તો, ભારત વિદેશના કોઇપણ પર્યટન સ્થળને ટક્કર આપે એવું સુંદર છે. આપણા દેશમાં પર્યટન માટે ઘણા એવા અદભૂત સ્થળો છે, જેનો શાનદાર નજારો પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે. ભારતની ચાર દિશાઓમાં સ્થિત એવા જ કેટલાક ક્ષેત્રો અંગે આજે વાત કરીશું, જે અંગે તમે કદાચ જ સાંભળ્યું કે વાંચ્યુ હોય.

દૂધપથ્થરી, શ્રીનગર

દૂધપથ્થરી, શ્રીનગર

જમ્મુ-કાશ્મીર દુનિયાનું સ્વર્ગ કહેવાયું છે, આ સૂચિમાં જમ્મુ-કાશ્મીરનો સમાવેશ ન થાય એ તો અશક્ય છે. આતંકવાદના અનેક ઘા છતાં કાશ્મીરનું સૌંદર્ય જળવાઇ રહ્યું છે. આ રાજ્યની રાજધાની શ્રીનગરથી લગભગ 42 કિમી દૂર આવેલ એક ઘાસનું મેદાન તમને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. દૂધપથ્થરીનો અર્થ થાય છે, દૂધનો ઘાટ. ઘાસના મેદાનોમાં આ સૌથી સુંદર પર્યટક સ્થળ છે.

Image Courtesy: Ankur P

હલ્દ્વાની, ઉત્તરાખંડ

હલ્દ્વાની, ઉત્તરાખંડ

ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલ આ એક નાનકડું નગર છે, જેને કુમાઊંનું પ્રવેશદ્વાર પણ કહે છે. ગાઢ જંગલો અને ગૌલા નદીથી ઘેરાયેલું આ નગર પર્યટકો માટે સૌથી શાનદાર જગ્યા છે. ખાસ કરીને ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીન લોકો માટે આ સ્થળ ખૂબ રોમાંચક છે. અહીંથી વાદળો સાથે મંત્રણા કરતાં હિમાલયના ઊંચા પર્વતોનો નજારો પણ જોઇ શકાય છે.

Image Courtesy: Travelling Slacker

લેતમૉસિયાંગ, મેઘાલય

લેતમૉસિયાંગ, મેઘાલય

શું તમે એવી જગ્યાએ ફરવા જવા માંગો છો, જ્યાં ખૂબ શાંતિ હોય અને તમારા સિવાય કોઇ ના હોય? એવી જગ્યા મેઘાલયમાં આવેલી છે. રાજ્યના પૂર્વમાં ખાસી હિલ્સ જિલ્લાના મૉસિનરામ બ્લોકમાં આવેલ લેતમૉસિયાંગ ગામ એક એવી જ જગ્યા છે.

Image Courtesy: Rajesh Dutta

અડાજલ વાવ, ગાંધીનગર

અડાજલ વાવ, ગાંધીનગર

ગુજરાતના ગાંધીનગરમાં જિલ્લામાં અડાલજ સ્થિત એક ઐતિસાહિક વાવ છે, જેનું નિર્માણ કાર્ય રાજા રવણીર સિંહ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું હતું. કુવામાં એ સમયના વાસ્તુકળાની છબી અને નિપુણતા તમને સાફ જોવા મળશે, જે પર્યટકોને સંમોહિત કરી એ જ કાળમાં પાછા લઇ જશે. આ સ્થાપત્ય કળાનો એક અદભૂત નમૂનો છે.

Image Courtesy: Notnarayan

ટાડા ફોલ્સ, આંધ્રપ્રદેશ

ટાડા ફોલ્સ, આંધ્રપ્રદેશ

ટાડા ફોલ્સ, આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં વહેતો એક સુંદર ધોધ છે. નાના નાના પહાડો અને ગાઢ જંગલો વચ્ચે વહેતા આ ધોધનો નજારો પર્યટકોને અચંબિત કરવા માટે પૂરતો છે. આ જગ્યા ટ્રેકિંગ, હાઇકિંગ અને પિકનિક માટે આદર્શ સ્થળ છે.

Image Courtesy: Viknesh

ઝાતિન્ગ્રી, હિમાચલ પ્રદેશ

ઝાતિન્ગ્રી, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના બરોટ જતા રસ્તા પર પડતા ક્ષેત્ર ઝાતિન્ગ્રી હજુ પર્યટકોના ધ્યાનમાં નથી આવ્યું. દુનિયાની તમામ મોહમાયાથી દૂર, એકાંતમાં આ જગ્યાની યાત્રા તમારા જીવનની સૌથી શાંત અને મંત્રમુગ્ધ કરનારી યાત્રા બની રહેશે.

Image Courtesy: Wikimate786

મૈથોન, ઝારખંડ

મૈથોન, ઝારખંડ

ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલ મૈથોન ક્ષેત્ર, બારાકાર નદીના કિનારે આવેલું છે. માઇ કા થાન(સ્થાન) કહેવાતું આ ક્ષેત્રનું નામ નજીક આવેલ કલ્યાણેશ્વરી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે આ આદર્શ સ્થળ છે.

Image Courtesy: TripodStories- AB

પાથિમૂન્નુ કન્નાર પાલમ બ્રિજ, કેરળ

પાથિમૂન્નુ કન્નાર પાલમ બ્રિજ, કેરળ

પાથિમૂન્નુ કન્નાર પાલમ બ્રિજ કે 13 કન્નાર બ્રિજ કેરળના કોલ્લમ જિલ્લામાં કાજાતુરુતિમાં સ્થિત છે. ભારતના સૌથી જૂના આ રેલવે પુલનો નજારો તમે જોતા જ રહી જશો. અનેક સદીઓ પહેલા આ વાસ્તુ ચમત્કારનું નિર્માણ પથ્થરો, ચુના પથ્થરો અને ગોળથી કરાવવામાં આવ્યું હતું.

Image Courtesy: jeganathjb

ચેત્તિનાદ મહેલ, તામિલનાડુ

ચેત્તિનાદ મહેલ, તામિલનાડુ

રાજસ્થાનના કિલ્લાઓ અને મહેલો અંગે તમે ઘણું સાંભળ્યું કે વાંચ્યુ હશે અને જોયા પણ હશે. હવે જો તમે એ સિવાયના મહેલોના દર્શન કરવા માંગો છો તો તામિલનાડુ ઉપડી જાઓ. તામિલનાડુનો ચેત્તિનાદ મહેલના તમને નિરાશ નહીં કરે. અહીંની શાનદાર અને અદભૂત વાસ્તુ શૈલીઓ, કળાઓ અને પરંપરાઓ જોવા-જાણવાની પોતાની એક અલગ મજા છે.

Image Courtesy: Planemad

ચાલકુદી, કેરળ

ચાલકુદી, કેરળ

તમે સૌએ કેરળમાં મુન્નાર, ઠેકડી જેવી જગ્યાઓ અંગે ખૂબ સાંભળ્યું હશે. કેરળ રમણીય રાજ્ય છે અને અહીં આ સિવાય પણ અનેક અદભૂત ક્ષેત્રો આવેલા છે, જેમાંનુ એક છે ચાલકુદી. ત્રિસૂર જિલ્લામાં સ્થિત આ ક્ષેત્ર ચાલકુદી નદીના કિનારે આવેલું છે. હિલ સ્ટેશન, વન્યજીવ, માલાનું પ્રવાહી જળ અને અજિકોડ મુન્નક્કલ દરિયો ચારે બાજુથી આ એક જગ્યાએ આવીને મળે છે.

Image Courtesy: Jan J George

English summary
India has few secret and hidden places where travelers can enjoy the mesmerizing landscapes. Let's take a virtual tour with me to these places....!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more