For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનોમાં મનાવો વેકેશન

ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલી સહ્યાદ્રી પર્વતમાળા લીલીછમ છે, જ્યાં કેટલાક અંતરિયાળ ગામ, હિલ સ્ટેશન અને સુંદર સ્થળો પણ આવેલા છે.

|
Google Oneindia Gujarati News

ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલી સહ્યાદ્રી પર્વતમાળા લીલીછમ છે, જ્યાં કેટલાક અંતરિયાળ ગામ, હિલ સ્ટેશન અને સુંદર સ્થળો પણ આવેલા છે. ભારતનો પશ્ચિમી ઘાટ પોતાના કુદરતી સ્થળો દ્વારા દરેક પ્રકારના પ્રવાસીઓ અહી આવવા લલચાવે છે.

ભારતના પશ્ચિમ કિનારે આવેલું મહારાષ્ટ્ર પણ કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે. ઈગતપુરીના શાંત ઘાટથી લઈને મહાબળેશ્વરની ધુમ્મસી સવાર સુધી, મહારાષ્ટ્રના તમામ હિલ સ્ટેશન તમારા મનમાં ખાસ જગ્યા બનાવી લેશે.

અહીંનું કુદરતી સૌંદર્ય તમને થોડાક સમય માટે કવિ પણ બનાવી દેશે. આજે આ ખાસ લેખામાં વાંચો મહારાષ્ટ્રના એવા હિલ સ્ટેશન વિશે જ્યાં તમે ઉનાળાના કેટલાક દિવસો વીતાવી શકો છો.

માથેરાન

માથેરાન

PC- Udaykumar

સહ્યાદ્રીની સુંદર ટેકરીઓ સાથે માથેરાન મુંબઈની નજીક આવેલું સૌથી સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. અહીં ફૂંકાતા ઠંડા પવન પ્રવાસીઓને ઉત્સાહિત કરે છે. અહીંના વાતાવરણમાં જ તાજગી છે. માથેરાનની ખાસિયત એ છે કે તે મહારાષ્ટ્રનું એક માત્ર ઈકો ફ્રેંન્ડલી હિલ સ્ટેશન છે, જેને પર્યાવરણ અને વન મંત્રાલયની માન્ય પણ મળી છે. આ ઉપરાંત માથેરાન ભારતનું એક માત્ર ઓટોમોબાઈલ મુક્ત હિલ સ્ટેશન છે.

તમે માથેરાનમાં ટ્રી હિલ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, એલેકઝાન્ડર પોઈન્ટ અને પ્રબલ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત અહીં ટ્રેકિંગ અને પદયાત્રાનો રોમાંચ પણ મેળવી શકો છો.

ઈગતપુરી

ઈગતપુરી

PC- Raikwar.pravin

ચોખ્ખી આબોહવા, સુંદર ઘાટ, ધોધ અને પ્રાચીન કિલ્લા ઈગતપુરીને મહારાષ્ટ્રનું એક ખૂબસુરત હિલ સ્ટેશન બનાવે છે. ઈગતપુરી હિલ સ્ટેશન મુંબઈ અને પૂણે માટે એક શાનદાર વીક એન્ડ ગેટવે છે. આત્માની અને માનસિક શાંતિ માટે આ જગ્યાને આદર્શ મનાય છે. અહીં તમને ધ્યાન અને યૌગિક ક્રિયાઓ કરાવતી અનેક સંસ્થાઓ પણ મળશે જેની સાથે જોડાઈને તમે આત્માની શાંતિનો અનુભવ કરી શકો.

મુંબઈ થઈને તમે અહીં સહેલાઈથી પહોંચી શકો છો. તમે અહીં હાઈકિંગ અને ટ્રેકિંગ જેવા રોમાંચક એડવેન્ચરનો પણ આનંદ ઉઠાવી શકો છો.

મહાબળેશ્વર

મહાબળેશ્વર

PC- Sagar chauhan bk

મહાબળેશ્વરની ગણતરી પણ મહારાષ્ટ્રના સૌથી સુંદર હિલ સ્ટેશનમાં થાય છે. મુંબઈ અને પૂણેના રહીશો અહીં વીક એન્ડનો આનંદ લેવા આવે છે. મહાબળેશ્વર પૂણેની નજીક આલું છે. જો તમારે અહીં પહોંચવું હોય તો પૂણે થઈને પહોંચી શકાય છે. મહાબળેશ્વરમાં તમે કુદરતી સુંદરતાને આંખોમાં ભરી શકો છો. કેટ પોઈન્ટ, વેના ઝીલ, એલિફન્ટ પોઈન્ટ, ચાઈનામેન ઝરણું અને કનોટ પીક અહીંની સૌથી જાણીતી જગ્યાઓ છે.

અહીં તમે કૃષ્ણા નદીના ઉદભવ સ્થળને પણ જોઈ શકો છો, જે જૂના મહાબળેશ્વરના મહાદેવ મંદિર પાસે છે. આ ઉપરાંત માઉન્ટેન બાઇકિંગ, રૉક ક્લાઈમ્બિંગ, નેચર ટ્રેલ્સ, ઘોડેસવારી સહિતનો આનંદ મેળવી શકો છો.

પંચગિની

પંચગિની

PC- JakilDedhia

સ્થાનિક ભાષામાં પંચગિનીને ‘પાંચ પહાડીઓની ભૂમિ' કહેવાય છે. આ સુંદર હિલ સ્ટેશન પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર છે. પંચગિની મહારાષ્ટ્રનું સૌથી સશાંત અને આકર્ષક પર્વતીય સ્થળ છે. અહીંનું મનમોહક પહાડી વાતાવરણ, ઐતિહાસિક સુંદર અને ગીચ જંગલો પ્રવાસીઓ ઉત્સાહિત કરે છે. તમે અહીં સહ્યાદ્રીની સુંદરતા પણ માણી શકો છો.

ગીચ જંગલ વચ્ચે ભીલર અને લિંગમાલાના ઝરણાની સુંદરતા પણ જોવા લાયક છે. અહીં તમે સાઈકલિંગ, સ્થાનિક માર્કેટમાં ખીદી, રાજપુરીની ગુફાઓમાં કેવ હાઈકિંગ, ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકો છો.

કોરોલી

કોરોલી

આ તમામ હિલ સ્ટેશનો ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોલી હિલ સ્ટેશન પણ જોવાલાયક છે. રાજ્યના બીજા હિલ સ્ટેશનો જેટલું આ જાણીતું નથી. પરંતુ અહીનું કુદરતી સોંદર્ય લાજવાબ છે.

તમે અહીં સુંદર ઘાટ, હરિયાળા મેદાનો અને અદભૂત વાતાવરણનો લુફ્ત ઉઠાવી શકો છો. ઓફબીટ વેકેશન માટે આ હિલ સ્ટેશન આદર્શ સ્થળ છે. કોરોલી હાઈકર્સ, ટ્રેકર્સ, પ્રકૃતિ પ્રેમીઓ અ ફોટોગ્રાફીનો શોખીનો માટે સ્વર્ગથી ઓછું નથી

તમે નાસિક થઈને અહીં પહોંચી શકો છો. કુદરતી સુંદરતાની સાથે સાથે અહી ટ્રેકિંગ પણ કરી શકાય છે. ત્મે અહીં ત્ર્યંબકેશ્વર મંદિર અને ભંડારદરા ધોધનો લહાવો પણ લઈ શકો છો.

English summary
5 Beautiful Hill station of Maharashtra in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X