• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોવામાં વેકેશન પ્લાન કરો છો? તો આ 5 લક્ઝરી હોટલ છે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

ગોવા એક અદ્ધભૂત અને સુંદર જગ્યા છે જ્યાં એક વાર જવાનું સપનું દરેક પ્રવાસી રાખે છે. અને કદાચ આ જ કારણ છે કે ગોવા ભારતના પ્રમુખ પર્યટક સ્થળોમાંથી એક છે. ગોવામાં તમને એક અનોખી તાજગી જોવા મળશે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જ્યાં તમને પોતાની તરફ આકર્ષિત કરશે ત્યાં જ અહીંના લોકોનો સ્વભાવ લોકોના ચહેરા પર ખુશી લાવે છે.

તો જો તમે પણ ગોવા ફરવાનું વિચારી રહ્યા હોવ અને કોઇ સારી હોટલની શોધમાં હોવ તો અમે તમારી આ માટે મદદ કરી શકીએ છીએ. કારણ કે જો તમે ખર્ચો કરીને ગોવા જઇ રહ્યા હોવ અને હોટલ સારી ના નીકળે તો રજાની મઝા બગડી શકે છે. તો નીચે જુઓ ગોવાની ટોપ 5 લક્ઝરી હોટલ અને તેમની ખાસયિતો વિષે...

ગોવા

ગોવા

જો તમે ગોવામાં રજાઓ માણવાનું વિચારી રહ્યા છો અને ગોવામાં લક્ઝરી હોટલની શોધમાં છો તો આગળની આ સ્લાઇડ તમને તમારા ફેવરેટ ડેસ્ટિનેશનની શોધ કરવામાં મદદરૂપ થઇ શકે છે.

સિડાડે દે ગોવા

સિડાડે દે ગોવા

ગોવામાં જો તમારે 5 સ્ટાર બીચ રિસોર્ટની મઝા માણવી હોય તો તે માટે સૌથી બેસ્ટ હોટલ છે સિડાડે દે ગોવા. 40 હજાર એકડની જમીનમાં ફેલાયેલી આ આલિશાન હોટલ અને રાજશાહી અનુભવ કરાવશે. તમને લાગશે કે તમે ગોવામાં નહીં પોર્ટુગલના કોઇ ગામમાં આવી ગયા છો. વળી આ હોટલમાં રેસ્ટોરન્ટની ચેન છે. જેમાં અનેક હોટ કુઝિન મળે છે. વળી તે અહીંના સ્થાનિક ભોજન માટે પોપ્યુલર છે. જેનું ટેસ્ટી ભોજન તમારી આત્માને તૃપ્ત કરી દેશે. વળી સાથે જ સ્પા, મસાજ સેન્ટર, નાઇટ થીમ જેવી સુવિધાઓ પણ છે. તો બાર અને સંગીતની સાથે વાઇન મઝા પણ તમે અહીં ઉઠાવી શકો છો.

તાજ એક્ઝોટિકા, ગોવા

તાજ એક્ઝોટિકા, ગોવા

તાજ એક્ઝોટિકા પ્રવાસીઓમાં સૌથી પોપ્યુલર છે. 56 એકડની જમીન પર આવેલી આ હોટલમાં સ્વિમિંગ પુલ અને તેની શ્રેષ્ઠ ભોજન આ હોટલનું મુખ્ય આકર્ષણ છે. આ જગ્યા બેનાઉલિમ બીચ પાસે છે. જ્યાં તમે રોમાંચક સ્પોર્ટસની મઝા પણ માણી શકો છો. આરામ સાથે લક્ઝરી લાઇફની મજા માણવા માટે આનાથી શ્રેષ્ઠ કોઇ જગ્યા નથી.

નોવેટેલ હોટલ

નોવેટેલ હોટલ

નોવેટેલ હોટલ ટ્રિપએડવાઇઝરે તેને 4.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે. આ હોટલને જોઇને તમને લાગશે કે તેની અંદર એક નાની દુનિયા વસેલી છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. યોગા, મેડિટેશન, શ્રેષ્ઠ ભોજન બધું છે ત્યારે આ વર્ષે જ અહીં જવા માટે બુકિંગ કરાવો.

ગ્રાન્ડ હયાત, ગોવા

ગ્રાન્ડ હયાત, ગોવા

ગ્રાન્ડ હયાત ગોવા, ગોવામાં રહેવાની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે. બિઝનેસ ટ્રાવેલ હોય કે ફેમિલિ ટ્રેવેલ તે બધી રીતે શ્રેષ્ઠ છે. ગોવાની ટોપની બિઝનેસ ટ્રિપ અહીં થાય છે. બૈમ્બોલિમ બેને જોવાની ઇચ્છા હોય તો આ હોટલમાં રોકવવું જ પડે. સાથે જ ગોવાની અલસી મઝા માણવા માટે પણ આ હોટલ શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં શમન સ્પા, ફિટનેસ સેન્ટર, આઉટ ડોર અને ઇનડોર રમતોની પણ વ્યવસ્થા છે.

હોલિડે ઇન રિઝોર્ટ, ગોવા

હોલિડે ઇન રિઝોર્ટ, ગોવા

હોલિડે ઇન રિઝોર્ટ, ગોવા આ થોડું મોંધુ જરૂર છે પણ લક્ઝરી લાઇફનું બીજું નામ છે આ હોટલ. આ હોટલમાં તમને તમામ શ્રેષ્ઠ સુવિધાઓ મળશે. નોર્થ ગોવામાં આવેલી આ હોટલ તમને પાલમમાં એક દિવસ વિતાવવાનો એક સારો મોકો આપી શકે છે.

English summary
Goa has its reasons for making it to the top of the list of people’s travel bucket lists. There re 5 hotels which could change the definition of luxury.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X