• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો હૈદરાબાદ જશો, તો તમે ફરવા ક્યાં જશો?!

|

અનોખી સંસ્કૃતિ માટે પોતાનામાં વિવિધતા અને વિશેષતા સમેટિને બેસેલું ભારત, દુનિયાના ગણ્યા-ગાંઠ્યા દેશોમાં છે. દર વર્ષે પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આજે ભારતની ગણતરી વિશ્વના એ દેશોમાં થાય છે જ્યાં અન્ય દેશોની સરખામણીએ વિદેશી પ્રવાસીઓ આવે છે. વાત જ્યારે ભારતમાં પ્રવાસનની થઇ રહી હોય તો એવામાં અમે દક્ષિણ ભારતનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી રહી જાય છે. આ જ પ્રકારે આજે અમે આપને અવગત કરાવીશું હૈદરાબાદથી. હાલમાં હૈદરાબાદ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની છે.

આપને બતાવી દઇએ કે આ સુંદર શહેરની સ્થાપના કુતુબ શાહી વંશના શાસક મોહમ્મદ કુલી કુતુબ શાહીએ 1591માં કરી હતી. મૂસી નદીના કિનારાએ વસેલા આ સુંદર શહેરમાં આપને એક સાથે ઘણી સંસ્કૃતિઓની ઝલક જોવા મળશે. આજે અમે આપને આ આર્ટિકલ દ્વારા અવગત કરાવવા જઇ રહ્યા છીએ હૈદરાબાદના તે સ્થળોથી જે માત્ર બાળકો માટે છે.

જો બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આજે અમારો આ લેખ એ બાળકોને સમર્પિત છે જે હૈદરાબાદ માત્ર ફરવા માંગે છે. તો આવો જોઇએ હૈદરાબાદમાં આવેલા બાળકોને લઇને ક્યાં ક્યાં ફરવા જઇ શકો છો.

હૈદરાબાદમાં બાળકોને ફરાવવાના સ્થળો આ રહ્યા...

રામોજી ફિલ્મ સિટી

રામોજી ફિલ્મ સિટી

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદના બાહરી વિસ્તારમાં આવેલું છે. અત્રે માત્ર ફિલ્મ અને સીરિયલ્સની શૂટિંગ જ નથી થતી પરંતુ અત્રે પીકનીક મનાવવા, થીમ આધારિત પાર્ટી, કોર્પોરેટ ઇંવેંટ, ભવ્ય વિવાહ, એડવેંચર કેંમ, કોંફ્રેંસ અને હનીમૂન માટે પણ આદર્શ સ્થાન છે. અત્રે નોંધીય છે કે ફિલ્મ મેકિંગ ઉપરાંત આ સ્થાન પ્રવાસીઓને મનોરંજનના સાધન પૂરા પાડે છે. અત્રે જોય રાઇડ, ફન ઇવેંટ, મ્યૂઝિક આધારિત પ્રોગ્રામ, ગેમ શો અને ડાંસનું આયોજન નિયમિત રીતે થાય છે. ફિલ્મ સેંટરમાં આપ ભોજન અને શોપિંગનો પણ આનંદ ઊઠાવી શકો છો.

નેહરુ ઝૂલોજીકલ પાર્ક

નેહરુ ઝૂલોજીકલ પાર્ક

હૈદરાબાદમાં મીર આલમ તળાવની પાસે બનેલું નેહરુ ઝૂલોજીકલ પાર્ક શહેરનું એક ચર્ચિત આકર્ષણ છે. જોવામાં આવે તો આ ઝૂની ગણતરી હૈદરાબાદના ત્રણ સર્વાધિક ચર્ચિત પ્રવાસન સ્થળોમાં થાય છે. પાર્કને બનાવવાની માન્યતા 1959માં મળી હતી અને 1963માં તેને સામાન્ય લોકો માટો ખુલ્લુ મુકવામાં આવ્યું. આ ઝૂમાં જાનવર, સરીસૃપ અને પક્ષિઓની ઘણી પ્રજાતીઓ મળી આવે છે. જેમાં વાઘ, ચીતો, એશિયાઇ સિંહ, અજગર, વનમાનુષ, મગર, કાળીયાર, હરણ અને ભારતીય ગેંડા પ્રમુખ છે. અત્રે આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. અત્રે સફારી અને હાથીની સવારીનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે ઝૂના પરિસરમાં એક મ્યૂઝિયમ પણ છે.

રૉક વૉક

રૉક વૉક

આપના બાળકને વેકેશનમાં અત્રે હૈદરાબાદ શહેરની બહાર આવેલા પહાડોનો પ્રવાસ ચોક્કસ કરાવો. આવું કરીને આપ આપના બાળકને પ્રકૃતિની નજીક લઇ જશો. જ્યારે બીજી તરફ આવી ગતિવિધિયોથી આપનું બાળક બોર પણ નહીં થાય. જો આપ પોતાના બાળકને અત્રે લઇ જશો તો અમારો દાવો છે કે તેની અંદર પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો પણ સંચાર થશે.

સ્નો વર્લ્ડ

સ્નો વર્લ્ડ

હૈદરાબાદનો સ્નો વર્લ્ડ દેશમાં આ પ્રકારનો પહેલો અમ્યૂઝમેંટ પાર્ક હતો. તેને 2004ની શરૂઆતમાં સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યું હતું. આ એક સમયમાં 2400 લોકોના એક સાથે અંદર રહેવાની વ્યવસ્થા કરી શકે છે. જેમકે નામથી જ જાહેર થાય છે કે આપ અત્રે માનવ નિર્મિત બરફ અને બર્ફવર્ષાનો આનંદ લઇ શકો છો. આપ અત્રે એકબીજા પર બરફ પરણ ફેંકી શકો છો. જોકે આની અંદર પ્રવેસ કરતા પહેલા આપે ગરમ કપડા પહેવા પડશે, અને અંદર દાખલ થતાં જ આપને ગરમ શૂપ પીવા માટે આપવામાં આવશે.

શિલ્પરમમ, શીલો અને કળાનું ગામ

શિલ્પરમમ, શીલો અને કળાનું ગામ

માધાપુરમાં હાઇટેક સિટીની પાસે સ્થિત શિલ્પરમમ એક જાણીતું કળા અને શિલ્પનું ગામ છે. હૈદરાબાદથી 20 કિમી દૂર વસેલું આ ગામ સંપૂર્ણ રીતે કળા અને શિલ્પને સમર્પિત છે, જેના કારણે તે માત્ર આંધ્ર પ્રદેશમાં જ નહીં પરંતુ આખા દેશમાં જાણીતું છે. આ ગામને વસાવવાનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત શિલ્પને સંરક્ષણ પ્રદાન કરવાનો હતો. આ વાતને ધ્યાનમાં લેતા શિલ્પરમમમાં આખું વર્ષ ઉત્સવોનું આયોજન રહે છે. આ ગામની શરૂઆત 1992માં થઇ હતી અને ત્યારથી અત્રે ઉત્સવોના આયોજનોની શરૂઆત થઇ છે.

કચ્છના રમણીય માંડવી બીચ પર જીવનમાં એકવાર તો જવું જોઇએ

કચ્છના રમણીય માંડવી બીચ પર જીવનમાં એકવાર તો જવું જોઇએ

વધુ વાંચવા અને તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
Hyderabad as a tourist place has a lot to offer to both kids an grown up alike. Here are a few tourist places in Hyderabad which you can visit with kids.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more