15 એપ્રિલ સુધી કરી શકો છો કૈલાશ માનસરોવર યાત્રા માટે એપ્લાય

Posted By:
Subscribe to Oneindia News

દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી શરૂ થશે. બે ચરણોમાં થનારી આ યાત્રા જૂનથી શરૂ થઇને સપ્ટેમ્બર સુધી ચાલશે. જેના કારણે વિદેશ મંત્રાલયની તરફથી યાત્રા માટે જોડાયેલી તમામ જાણકારીઓની સાથે એક સચૂના પણ જાહેર કરવામાં આવી છે.

આ યાત્રા માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. અને જો તમારે ઓનલાઇન આ યાત્રા માટે એપ્લાય કરવું હોય http://kmy.gov.in/kmy/noticeboard.do પર જઇને આવેદન ભરી શકો છો. ગત વર્ષે આ યાત્રાને સરળ બનાવવા માટે ચીન દ્વારા નાથુલા પાસને પણ તીર્થયાત્રીઓ માટે ખોલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ચીને આ પગલું ભારત સાથે એક કરાર કર્યા બાદ ઉઠાવ્યો હતો. ત્યારે આ યાત્રા માટે કેવી રીતે એપ્લાય કરશો અને કંઇ કંઇ વાતોનું ધ્યાન રાખશો તે વિષે જાણો અહીં...

આ વેબસાઇટ પર જાવ

જો તમને યાત્રા માટે એપ્લાય કરવું હોય તો http://kmy.gov.in/kmy/noticeboard.do આ વેબસાઇટ પર જઇને આવેદન પત્ર ભરી શકો છો. આવેદનની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. યાત્રા જૂનથી શરૂ થઇને સપ્ટેમ્બર સુધી ચાલશે.

બે માર્ગોમાં યાત્રાનું આયોજન

કૈલાશ માનસરોવર યાત્રા પ્રતિવર્ષ વિદેશ મંત્રાલય દ્વારા બે ભિન્ન માર્ગોથી આયોજીત કરાય છે.
1. લિપુલેખ દર્રા (ઉત્તરાખંડ)
2. નાથુલા (સિક્કમ)
આ યાત્રા પોતાના ધાર્મિક મૂલ્યો, સાંસ્કૃતિક મહત્વ, ભૌતિક સૌદર્ય તથા રોમાંચક પ્રાકૃતિક પરિવેશના કારણે પ્રસિદ્ધ છે. અને દર વર્ષો મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં ભાગ લે છે.

શું છે યાત્રાનું મહત્વ

ભગવાન શિવનું ઘર છે કૈલાશ પર્વત. અને માટે જ આ યાત્રા હિંદુઓ માટે ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ ધરાવે છે. વળી જૈનો અને બૌદ્ઘ ધર્મપ્રેમીઓ માટે પણ આ યાત્રાનું ખાસ મહત્વ છે.

પાસપોર્ટ હોવો જરૂરી છે

આ યાત્રા માત્ર ભારતીય નાગરિકો માટે છે. જે ધાર્મિક ઉદ્દેશ સાથે કરવામાં આવે છે. અને તે માટે ભારતીય પાસપોર્ટ અનિવાર્ય છે.

ટ્રેકિંગ અભિયાન તરીકે પ્રસિદ્ધ

કૈલાશ માનસરોવર યાત્રાને ભારતીય પર્વતારોહક ફાઉન્ડેશન દ્વારા એક ટ્રેકિંગ અભિયાનની માન્યતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય યાત્રીઓને આ માટે કોઇ પણ પ્રકારની આર્થિક સહાયતા કે કોઇ રાશિ આપતો નથી.

પહેલો રસ્તો ઉત્તરાખંડ

આ યાત્રા બે અલગ અલગ રસ્તા પર થાય છે પહેલો રસ્તો લિપુલેખથી પાસ થઇને જાય છે જે ઉત્તરાખંડમાં છે. આ રસ્તા પરથી પસાર થવા માટે વિદેશ મંત્રાલયે 18 ટુકડીઓને અનુમતિ આપી છે. આ યાત્રા કરવા માટે તમારે 1.6 લાખ રૂપિયા ચુકવવા પડશે.

બીજી રસ્તો અને ખર્ચ

બીજો રસ્તો સિક્કમ સ્થિત નાથુલા પાસનો છે અને આ યાત્રા માટે સાત ટુકડીઓને અનુમતિ આપવામાં આવી છે. આ યાત્રા 23 દિવસની છે અને તેનો ખર્ચ 2 લાખ રૂપિયા જેવો છે.

પહેલા પડાવ દિલ્હી

યાત્રીઓને યાત્રા શરૂ કરવા પહેલા પૂર્વ તૈયારીના રૂપમાં મેડિકલ ચેકઅપ માટે ત્રણથી ચાર દિવસ દિલ્હીમાં રોકાવું પડે છે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે અહીં ફ્રીમાં ભોજન અને રહેવાનું આપે છે. જો કે યાત્રી પોતાના ભોજન અને રહેવાની વ્યવસ્થા સ્વતંત્ર રીતે પણ કરી શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન

યાત્રા ખુબ જ ઠંડા અને કઠોર ભૂપ્રદેશમાંથી પસાર થઇને થાય છે. કેટલાક રસ્તા 19,500 ફીટની ઊંચાઇથી પસાર થઇને જાય છે. અને અહીં દુર્ગમ પરિસ્થિતી સાથે સીમીત સુવિધાઓમાં યાત્રા કરવી પડે છે. માટે યાત્રી શારિરીક અને મેડિકલી અવસ્થ હોય તો આ યાત્રી તેના માટે મુશ્કેલ અને જીવલેણ સાબિત થઇ શકે છે.

સહમતિ પત્ર પર સાઇન

જો સીમા પાર (ચીન/તિબ્બત)માં કોઇ યાત્રીની મૃત્યુ થઇ જાય છે તો ભારત સરકાર તીર્થયાત્રીનું પાર્થિવ શરીર પાછું લેવા માટે બંધાયેલી નથી. માટે જો મૃત્યુ થાય તો ચીની ક્ષેત્રમાં પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર થશે તેવા સહમતિ પત્ર પર દરેક યાત્રીએ હસ્તાક્ષર કરવા અનિવાર્ય છે.

English summary
Last date for applying this years Kailash Mansarovar Yatra is 15th April. Hence you can get all the details of applying for this year's pilgrimage.
Please Wait while comments are loading...