For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઈક રાઈડિંગની ખરી મજા માણવી હોય તો જાઓ અહીં

બાઈકની મુલાફરી પસંદ કરતા લોકો માટે કેટલીક સહાસી જગ્યાઓ. આ જગ્યાઓ પર બાઈક રાઈડિંગ મેળવો અનેરો આનંદ. તો આ જગ્યાઓએ જવાનુ ચુકતા નહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

આપણો દેશ પ્રાકૃતિક સૌંદર્ય અને વિવિધતાઓથી ભરેલો છે. પહાડો, નદીઓ, ઝરણાઓ અને તળાવો જેવા સ્થળોએ ફરવા જવાનો, એ સુંદર જગ્યાઓએ રહેવાનો આનંદ ઘણો અનેરો હોય છે. આપણે મોટા ભાગે પ્રવાસ માટે કાર, ટ્રેન અથવા તો સ્થાનિક બસ સેવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે, જેઓ બાઈકના શોખીન હોય છે અને ફરવા જવા માટે બાઈકનો જ ઉપયોગ કરતા હોય છે. તેઓ એવી જ જગ્યાએ ફરવાનું પસંદ કરતા હોય છે, જ્યાં બાઈક રાઈડ કરવાનો આનંદ મળે. તો ચાલો આજે એવી કેટલીક જગ્યાઓ વિશે તમને જણાવીશું, જ્યાં જવા માટે બાઈક રાઈડરો પોતાને રોકી નહી શકે.

મનાલી લદ્દાખ

મનાલી લદ્દાખ

મનાલીની ખીણોમાંથી થઈને લેહના સુંદર પહાડ સુધી પહોંચવાનો રસ્તો બાઈક રાઈડરો માટે સ્વર્ગના અનુભવ જેવો જ અહલાદક છે. આ રસ્તાઓ પર પ્રોફેશનલ રાઈડરોએ જ બાઈક ચલાવવા. કારણ કે આ રસ્તો જેટલો રોમાંચિત છે, તેટલો જ ખતરનાક પણ છે. આવા રસ્તાઓ પર એકલા અથવા કોઈ રાઈડર ગૃપ સાથે તમે ફરી શકો છો. આવા રસ્તાના અનુભવી લોકોને પણ તમે સાથે લઈ શકો છો. આવી મુસાફરીમાં મોટા ભાગે બાઈકરની સાથે એક કાર પણ હોય છે. જેમાં ખોરાક, સારવારની સામગ્રી અને બાઈકના સાધનો હોય છે. પહાડી વિસ્તારોમાં આવી વસ્તુઓની જરૂર પડી શકે છે.

શિમલાથી સ્પીતી ઘાટ સુધી

શિમલાથી સ્પીતી ઘાટ સુધી

હિમાચલ પ્રદેશ વિશે વિચારતા જ આંખોની સામે મોટા પહાડો અને એ પણ પૂરા બરફથી ઢંકાયેલા હોય. શરીરને સ્પર્શીને વાદળા જતા હોય. આ બધું જ આપણી આંખોની સામે આવી જાય. સુંદર અને સ્વચ્છ વાતાવરણમાં બાઈક ચલાવતા તમે આડા-અવડા રસ્તાઓ અને વળાંકોને પાર કરવાનો અનુભવતો કરવા માંગો છો ? તો પહોચી જાવ શિમલા. કારણ કે બસ આવો જ રસ્તો છે. શિમલાથી સ્પીતી ઘાટનો, જેમાં કાલ્પા, બાલ્પા અને કિનાર ગામોને ફરી સ્પીતી ઘાટી પહોંચવાનો રસ્તો તમને રોમાંચનો અનુભવ કરાવશે

બેંગલુરુથી કોલી પહાડો

બેંગલુરુથી કોલી પહાડો

બેંગલુરુમાં રહેતા બાઈકર્સને પોતાની રજાઓમાં આવી કોઈ જગ્યાએ ફરવા જવું હોય, તો તેઓને વધુ દુર જવાની જરુર નથી. બેંગાલુરુથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલા કોલી પહાડોનો આનંદ માણી શકો છો. આ સ્થળે પહોંચવા માટે તમને નેશનલ હાઈવે અને નાની શેરીઓમાંથી પસાર થવું પડશે. આ આખો રસ્તો લીલોતરી અને ઝરણાંઓથી ભરેલો છે. તેના પર બાઈકથી ફરવાનો રોમાંચ અનેરો છે. જો તમે વધુ આનંદ અને સાહસ કરવા માંગતા હોવ તો આ પહાડો પર તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.

સિલિગુડીથી યુક્સોમ

સિલિગુડીથી યુક્સોમ

ઉત્તર ભારતમાં ફરવાની વાત આવે ત્યારે ઉત્તર-પૂર્વને કેવી રીતે ભુલી જવાય. આ સ્થળ અેટલે કે જ્યાંથી હિમાલયને જોઈ શકાય, ત્યાંની ઠંડી હવાઓને અનુભવી શકાય. હા, હિમાલયને એકદમ નજીકથી જોવા માટે સિલિગુડીથી તમે બાઈક લઈને નીકળો એટલે દાર્જલિંગ, કાલિમ્પોંગ અને સિક્કિમ જેવા સુંદર શહેરોને ફરતા ફરતા તમે યુક્સોમ સુધી પહોંચશો

ગુવાહાટીથી ખાસી હિલ્સ

ગુવાહાટીથી ખાસી હિલ્સ

ગુવાહાટીથી સૌ પ્રથમ શિલોંગ અને ત્યાર બાદ છેલ્લે ખાસી પહાડો સીધુ પહોંચી શકાય છે. આ પહાડો સુધી પહોચવું બોલવા જેટલું સહેલું નથી. વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ જાય છે. તેના પર બાઈક ચલાવવાનો જેટલો રોમાંચ હોય છે, તેટલો જ આ રસ્તો ખતરનાક પણ છે. લીલાછમ પહાડો અને ઝરણાંઓના અવાજથી આ રસ્તો ગાજતો જ રહે છે. અહીંથી પસાર થતા લોકોને એક વાર તો અહીં વહેતા ઝરાણાં પાસે પોતાનો થોડો સમય પસાર કરવાની ઈચ્છા જરુર થઈ જાય છે.

જયપુરથી જેસલમેર

જયપુરથી જેસલમેર

હરિયાળી જગ્યાઓ ફરીને થાકી ગયા છો? કોઈ નવી, અલગ જગ્યાનો અનુભવ કરવા માંગો છો? તો તમે જયપુરનો આનંદ માણી શકો છો. રાજસ્થાનના રણની નિરવ શાંતિમાં તમે પોતાના બાઈકના સૂરીલા સંગીત સાથે લાંબી મુસાફરી કરી શકો છે. આ સાથે જ તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને તેના રંગોને નજીકથી જાણી શકશો. તેના ખોરાકની વિવિધતા પણ તમને નવા સ્વાદનો અનુભવ કરાવશે. આ ઉપરાંત રાજસ્થાનમાં ફરવા જઈએ તો તેના કિલ્લાઓને કેવી રીતે ભુલી જવાય? ગુલાબીનગરના તમામ રંગોને જોવાનો આ મોકો ચુકતા નહી.

દિલ્હીથી રણથંભોર

દિલ્હીથી રણથંભોર

આ મુસાફરીમાં તમને આખું ભારત ફરવાનો આનંદ મળશે. આ એક રસ્તામાં તમને નાની ગલીઓ, રણ, મકાનો અને કેટલીક જગ્યાએ લાંબા રસ્તાઓ પણ જોવો મળશે. રણથંભોર પહોંચવા માટે તમને આગ્રા, જોધપુર, જયપુર અને બીકાનેર જેવા ગામોને પાર કરી પહોંચશો. આ આખા રસ્તામાં તમને ભારતની વિવિધતા જોવાના ભરપુર આનંદ સાથે બાઈક રાઈડિંગનો પણ રોમાંચ મળશે.

મુંબઈથી ગોવા

મુંબઈથી ગોવા

બાઈક રાઈડિંગ માટેની સૌથી લોકપ્રિય જગ્યામાંની એક જગ્યા એટલે મુંબઈથી ગોવા. મુંબઇથી ગોવા જવા માટે તમે હાઈવે 17ની મદદ લઈ શકો છો. હાઈવે 17 તમને સાગર કિનારે ફરતા-ફરતા ગોવા લઈ જશે. જો તમને ગોવા ફરવામાં મજા ન આવતી હોય તો તમે થોડા જ કલાકોમાં કેરળ પણ પહોચી શકો છો. ગોવાથી કેરળ પહોંચવા માટે પણ તમે હાઈવે 17નો ઉપયોગ કરી શકો છો, જે તમને આરામથી કેરળ પહોચાડશે.

English summary
Aultimate road trips in india that every biker must take.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X