• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતના ટોપ 5 એડવેંચર ડેસ્ટિનેશન જ્યાં એક કપલે ચોક્કસ જવું જોઇએ

|

એક સંબંધને ત્યારે જ મજબૂત માની શકાય જ્યારે આપની પાસે એકબીજાનો સાથ હોય. આપ એક બીજાની ભાવનાને સમજી શકતા હોવ. કહેવામાં આવે છે કે એક બીજાને સમજવા માટે સહ-પ્રવાસ એક ઉત્તમ માધ્યમ છે. પ્રવાસ થકી જ લોકો એકબીજાની વધુ નજીક આવે છે અને એક બીજાને વધારે સારી રીતે ઓળખી શકે છે અને વધારે સારી રીતે સમજી શકે છે.

અત્રે નોંધનીય છે કે આજે ભારતનું સ્થાન વિશ્વના એ દેશોમાં છે જ્યાં ટ્રાવેલર માટે ઘણું બધું છે. આજે આપ ભારતમાં ક્યાંય પણ ફરો આપને કંઇકને કંઇક અલગ જોવા ચોક્કસ મળી જશે. આજે ભારતમાં જ્યાં એક તરફ સુંદર વન્યજીવન છે તો બીજી તરફ થાર અને કચ્છનું વેરાન રણ પણ છે.

તો આ જ ક્રમમાં આજે અમે આપને આ લેખ દ્વારા અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતમાં આવેલ તે એડવેંચર સ્પોટ્સથી જ્યાં આપ આપના પાર્ટનરની સાથે જઇ શકો છો અને મોજમસ્તી કરી શકો છો. તો આવો તસવીરો થકી જાણીએ આ એડવેંચર પ્લેસ અંગે.

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તર ભારતના સૌથી મોટા વન્યજીવ ભંડારમાનું એક છે. જો રાજસી ખેલ સંરક્ષણ હતું. 1955માં આ એક વન્યજીવ અભ્યારણ્યના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. બાદમાં 1973માં પ્રોજેક્ટ ટાઇગરના પહેલા ચરણમાં તેને સામેલ કરવામાં આવ્યું. રણથંભોર વન્યજીવ અભ્યારણ્યને 1980માં રાષ્ટ્રીય પાર્કનો દરરજો આપવામાં આવ્યો હતો. વાઘ ઉપરાંત, રાષ્ટ્રીય પાર્કમાં વિભિન્ન જંગલી જાનવરો, શિયાળ, ચીત્તા, હાઇના, દલદલ મગરમચ્છ, જંગલી સુવર અને હરણની વિવિધ જાતો જોવા મળે છે. તદઉપરાંત, લિલી, ડક્વીડ અને પાર્કમાં કમળની માત્રા વધારે છે. આ વન્યજીવ અભ્યારણ્ય 392 વર્ગ કિમીના એક ક્ષેત્રમાં ફેલાયેલું છે, જે વાઘ સંરક્ષણ માટે જાણીતું છે. વધુ તસવીરો જોવા અને જાણવા માટે ક્લિક કરો....

ઔલી

ઔલી

ઔલી એક સુંદર પર્યટન સ્થળ છે જે આખી દુનિયામાં સ્કીઇંગ માટે જાણીતુ છે. આ સુંદર સ્થળ સમુદ્રસ્થળથી 2800 મીટર ઉપર સ્થિત છે. આ સ્થળ ઓક ધારવાળા ઢોળાવો અને શંકુદ્રુમ જંગલો માટે જાણીતું છે. ઔલીનો ઇતિહાસ 8મી સદીમાં મળી આવે છે. માન્યતાઓ અનુસાર, ગુરુ આદિ શંકરાચાર્ય આ પવિત્ર સ્થાન પર આવ્યા હતા. આ સ્થળને 'બુગ્યાલ' પણ કહેવામાં આવે છે જેનો સ્થાનીય ભાષામાં 'ઘાસનું મેદાન' એવો અર્થ થાય છે. ઝાકળથી આચ્છાદીત ઘાસવાળા ઢોળાવ પર ચાલતા પર્યટક નંદાદેવી, માન પર્વત તથા કામત પર્વત શ્રેણીના અદભૂત નજારા જોઇ શકો છો. યાત્રીઓ આ ઢોળાઓ પરથી પસાર થતા સફળજનના બગીચા અને દેવદારના વૃક્ષો જોઇ શકે છે. જો વાત પ્રવાસન પર કરવામાં આવે તો અત્રે એવું ઘણું બધું છે કોઇપણ પ્રવાસીનું મન મોહી શકે છે.

વધુ તસવીરો જોવા અને જાણવા માટે ક્લિક કરો....

ઋષિકેશ

ઋષિકેશ

ઋષિકેશ, જેને દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે, દેહરાદૂન જિલ્લાનું એક પ્રમુખ તિર્થસ્થાન છે. તીર્થ સ્થાન ઉપરાંત આ સ્થળ સાહસીક ગતિવિધિઓ માટે પણ જાણીતું છે. આ ક્ષેત્રના લોકપ્રીય ટ્રેકિંગ માર્ગોમાં ગઠવાલ હિમાલય ક્ષેત્ર, બુવાની નીરગુડ, રુપકુંડ, કૌરી દર્રા, કાલિંદી થાલ અને દેવી રાષ્ટ્રીય પાર્ક છે. ફેબ્રુઆરીથી ઓક્ટોબરના મધ્યનો સમય ટ્રેકિંગ માટે સારો છે. આ ઉપરાંત નદી પાર કરવા માટે રોચક સાહસીક ક્રિડાનો પણ આનંદ લઇ શકો છો. અત્રે અનુભવી પ્રશિક્ષકો દ્વારા યોગ અને ધ્યાનનું પ્રશિક્ષણ પણ નિયમિત રીતે આપવામાં આવે છે.

જેસલમેર

જેસલમેર

જેસલમેર, ગોલ્ડન સિટી, રાજસ્થાનના શાહી મહેલો અને યુદ્ધ કરતા ઉંટોની સાથે એક રેતાળ રણના આકર્ષણનું પ્રતિક છે. અહી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળો મહાન થાર રણની વચ્ચે સ્થિત છે. જેસલમેર જિલ્લાના પ્રશાસનિક મુખ્યાલયના રૂપમાં સેવારત હોવાની સાથે, તે પાકિસ્તાન, બિકાનેર, બાડમેર અને જોધપુરની સીમાઓ સાથે જોડાયેલું છે. આ સોનેરી શહેર રાજ્યની રાજધાની જયપુરથી માત્ર 575 કિમી દૂર છે. પર્યટન સ્થળની અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ પ્રમુખ ભૂમિકા નિભાવે છે. શહેરના સંસ્થાપક રાજ જૈસલ, જેમણે 12મી સદી દરમિયાન જેસલમેર પર શાસન કર્યું, જેમના નામ પર શહેરને નામિત કરવામાં આવ્યું છે. આ સોનેરી શહેર રાજસ્થાની લોક સંગિત અને નૃત્ય રૂપો, જેમાં વૈશ્વિક મંચ પર અત્યાધિક કદર કરવામાં આવે છે. આપ આપના પાર્ટનર સાથે તેની મજા માણવાનું ના ભૂલતા.

વધુ તસવીરો જોવા અને જાણવા માટે ક્લિક કરો....

કૂર્ગ

કૂર્ગ

ભારતનું સ્કૉટલેંડ કહેવાતા કૂર્ગમાં હરિયાળા જંગલ, ઉંચા પહાડો અને હવાઓમાં ફેલાયેલી કોફી સુંગધની મજા આવી શકે છે. આ ઉપરાંત અત્રે કાવેરી નદીના શાંત કિનારે, ઇરૂપ્પુ, અબે એંડ મલાલી અને એબી ફોલ્સ જેવા વોટરફોલ્સ આકર્ષણનું કેન્દ્ર છે. કૂર્ગ કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પશ્ચિમી ઘાટની પાસે એક પહાડ પર સ્થિત જિલ્લો છે જે સમુદ્ર સ્તરથી લગભગ 900 મીટરથી 1715 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ દક્ષિણનું પ્રસિદ્ધ વીકેંડ ગેટવે છે. આપ પણ આપના પાર્ટનરે અત્રે એકવાર ચોક્કસ લઇને આવો, આપની યાત્રા ચોક્કસ મનોરમ સાબિત થશે.

તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'

તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'

જુઓ ગુજરાતને કેટલીક એક્સક્લૂસિવ તસવીરોમાં...

English summary
Adventure tourism has a huge scope in India. Take a look at the best adventure destinations for couples to take a trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X