For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરની હસીન વાદિયોં વચ્ચે હાજર ઐતિહાસિક પરી મહેલ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેર ભારતના એ પસંદ કરેલા પર્યટન સ્થળો વચ્ચે ગણવામાં આવે છે, તેના સૌંદર્યને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થાય છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેર ભારતના એ પસંદ કરેલા પર્યટન સ્થળો વચ્ચે ગણવામાં આવે છે, તેના સૌંદર્યને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થાય છે. હસીન વાદિયોં અને તેની મનમોહક આબોહવા સાથેના આ શહેર કાશ્મીર ખીણની જેલમ નદીના કાંઠે વસેલું છે. શ્રીનગર તેના ફૂલોના બગીચા, સરોવરો, કુદરતી વાતાવરણ અને હાઉસ બોટ માટે વધુ પ્રખ્યાત છે.

આ પણ વાંચો: જ્યારે મહાદેવે કાપ્યું બ્રહ્માનું શિર, અદભૂત છે અન્નપૂર્ણેશ્વરી મંદિરની કથા

આ ઉપરાંત તે પરંપરાગત કાશ્મીરી ઉત્પાદનો અને સૂકા મેવા માટે પણ જાણીતું છે. ઘણા ઉદ્દેશો પૂરા કરવા માટે શ્રીનગરની યાત્રા કરી શકાય છે. આ શહેર કુદરતી આકર્ષણો ઉપરાંત તેના ઐતિહાસિક માળખાં માટે પણ જાણીતું છે.

આ પણ વાંચો: આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો

આ ખાસ લેખમાં, આજે તમને શ્રીનગરની હસીન વાદિયોં વચ્ચે આવેલ સુંદર પરી મહેલ વિશે જણાવીશું, જે તમે તમારી શ્રીનગર યાત્રા ડાયરીનો ભાગ બનાવી શકો છો. જાણો કે કેવી રીતે આ સ્થળ તમને પ્રવાસન દ્રષ્ટિએ આનંદદાયક બનાવી શકે છે.

શ્રીનગરનો પરી મહેલ

શ્રીનગરનો પરી મહેલ

PC- Basharat Shah

પરી મહેલ ડલ તળાવની નજીકના જબરદસ્ત પર્વતમાળાથી ઉપર સ્થિત છે, જે ઐતિહાસિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. પ્રાચીન સંરચનાઓ સાથે તે મુઘલ સમ્રાટ શાહજહાંના શાસન દરમિયાન ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. શાહજહાંના સૌથી મોટા પુત્ર દારા શિકોહ દ્વારા આ મહેલનું નિર્માણ થયું હતું. એવું માનવામાં આવે છે કે દારા શિકોહ અહીં લાંબા સમય સુધી રહ્યા હતા. આ સ્થાનને પરીઓના બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બગીચા ની સુંદરતા જોવા લાયક છે. અહીં એક પુસ્તકાલય પણ છે.

એવું માનવામાં આવે છે કે આ સ્થળને પાછળથી વેધશાળા તરીકે ઉપયોગમાં લેવાયું હતું, જ્યાં ખગોળશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરવામાં આવતો હતો. આ ઐતિહાસિક સ્થળ હાલમાં રાજ્ય સરકારના અંકુશ હેઠળ છે, અને તેને સુંદર પ્રવાસન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.

શા માટે આવો પરી મહેલ?

શા માટે આવો પરી મહેલ?

PC- Dvellakat

ઘણા ઉદ્દેશોને પૂરા કરવા માટે પરી મહેલનો પ્રવાસ કરી શકાય છે. આ સ્થળ તેના ઐતિહાસિક સંરચનાઓ તેમજ કુદરતી આકર્ષણો માટે પ્રસિદ્ધ છે. અહીંનું કુદરતી પર્યાવરણ શરીરમાં નવી શક્તિ લાવે છે. કુદરતી વાતાવરણમાં તમે શાંતિ ભરેલો સમય પસાર કરી શકો છો. પરી મહેલ એવા લોકો માટે આદર્શ સ્થળ છે જે પ્રકૃતિ પ્રેમીઓ સાથે કલા અને ઇતિહાસમાં રસ ધરાવે છે. વિવિધ વનસ્પતિઓથી ભરપૂર બગીચાઓ શાંતિ ભર્યા વાતાવરણનો અનુભવ કરાવે છે. તમે આ સ્થળને તમારી શ્રીનગર યાત્રા ડાયરીમાં શામેલ કરી શકો છો.

આવવા માટેનો યોગ્ય સમય

આવવા માટેનો યોગ્ય સમય

PC- Dvellakat

તમે કોઈ પણ સમયે પરી મહેલની મુલાકાત લઈ શકો છો, અહીંનું વાતાવરણ આખા વર્ષ દરમિયાન ખુશનુમા બનેલું રહે છે. ઉનાળા દરમિયાન પણ તમને અહીં અનુકૂળ વાતાવરણ મળશે. પરંતુ જો તમે સામાન્ય મૌસમમાં ફરવા માંગો છો તો તમે સપ્ટેમ્બરથી મધ્ય નવેમ્બર સુધી યોજનાઓ બનાવી શકો છો.

કેવી રીતે પ્રવેશ કરવો

કેવી રીતે પ્રવેશ કરવો

PC- Basharat Shah

પરી મહેલ શ્રીનગરના ડલ તળાવ પાસે સ્થિત છે, જ્યાં તમે પરિવહનના ત્રણ સાધનોની મદદથી પહોંચી શકો છો. અહીં નજીકનું એરપોર્ટ શ્રીનગર એરપોર્ટ છે, જ્યાંથી તમે ટેક્સીની મદદથી તમારા મુકામ સુધી પહોંચી શકો છો. તમે રેલવે માર્ગ માટે શ્રીનગર રેલવે સ્ટેશનની મદદ લઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમે સડક માર્ગો દ્વારા પણ પહોંચી શકો છો. શ્રીનગર ઉત્તર ભારતનાં મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

English summary
Beautiful Pari Mahal in Srinagar history and timing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X