For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ સિટીના રમણીય બીચ, ગોવાને આપે છે ટક્કર

પુનાના દરિયા કિનારે રજાઓનો આનંદ લો. સફેદ રેતી અને સ્વચ્છ દરિયાના પાણીમાં ગોવાની મજા માણો પુનામાં. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

મુંબઇથી થોડે દુર આવેલુ પુના. પુનામાં શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધારે હોવાથી લોકો તેને શૈક્ષણિક શહેર અથવા પૂર્વનું ઓક્સફોર્ડ તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રના બીજા નંબરનું સૌથી મોટુ શહેર છે પુના. આ ઉપરાંત પણ પુનાની એક અલગ ઓળખ છે. જેને લોકો ધીરે ધીરે ભુલી રહ્યા છે. તે છે તેની સુંદરની. અહી ગોવા કરતા પણ સુંદર દરિયા કિનારો અને ઐતિહાસિક વસ્તુઓ આવેલી છે. જો તમે પણ ગોવા ફરવાનો પ્લાન કર્યો હોય તો એક વખત પુનાના આ સ્થળોની મુલાકાત પણ ચોક્સ લેજો. તમારી એ રજાને પુનાની આ સફર વધુ યાદગાર બનાવી દેશે.

કાશિદ બીચ

કાશિદ બીચ

અરબ સાગરના કિનારે સ્થિત કાશિદ બીચ, સુંદર અને સ્વચ્છ પાણી. સફેદ રેતી પર પડતો સુરજનો પીળો તડકો. સફેદ રેતીને પણ સોના જેવી કરી નાખે તેવું મનોરમ્ય દ્રશ્ય તમને કાશિદ બીચ પર જ જોવા મળશે. અલીબાગથી 30 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને મનની શાંતિ પ્રદાન કરશે. આ રજાઓમા તમને પોતાને પણ થોડો ઓળખવાનો સમય તમને આ બીચ પર મળી રહેશે. PC:Sakshimandhane

કિહિમ અને મંડવા બીચ

કિહિમ અને મંડવા બીચ

પુનાથી માત્ર 140 કિ.મી દુર આવેલો આ કિનારો. અહીં આવતા જ તમને લાગશે જાણે તમે આ દુનિયાથી બહુ દુર આવી ગયા. અહીંની શાંતિ તમને એક ક્ષણ માટે તો તમારી ભાગમ-ભાગ વાળી જીંદગીને ભૂલાવી નાખશે. આ બીચ પર તમે ઊંટ અને ઘોડાની પણ સવારીનો આનંદ લઇ શકો છો. PC:Harshruti

મુરૂડનો દરિયા કિનારો

મુરૂડનો દરિયા કિનારો

મહારાષ્ટ્રમાં આવેલા દરિયા કિનારામાં સૌથી સુંદર કિનારો મુરૂડનો છે. મરૂડનો કિનારો ઝંઝીરા પાસે આવેલો છો. તે 1.75 કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિનારાને જોતા તે દુરથી ગળામાં પહેરવામાં આવતા સુંદર હાર જેવો લાગે છે. અહીં તમે સી ફુડનો આનંદ માણી શકો છો. તે ઉપરાંત તમે અહીંના સ્વચ્છ પાણીમાં દુર સુધી સ્વિમિંગ કરવાની પણ મજા લઇ શકો છો. PC:Ishan Manjrekar

અલીબાગ બીચ

અલીબાગ બીચ

આ કિનારો અન્ય કિનારા કરતા ઘણો અલગ છે. અહીં તમને કાળા રંગની માટી જોવા મળશે. પરંતુ તેની પણ કઇંક અલગ મજા છે. આ કિનારા પાસે બેઠા બેઠા કાળી માટી પર રમણીય દરિયાનું પાણી પુરા હોંશ સાથે આગળ આવીને હાથ તાળી આપી પાછું જતુ રહે છે. એ માટી પર પડતા ડુબતા સુરજના પીળા રંગો આપણને નવી તાજગીની અનુભૂતિ કરાવી જાય છે.PC:Naveenjain431

ડપોલી બીચ

ડપોલી બીચ

મહારાષ્ટ્રના અન્ય બીચો જેમ જ ડપોલી બીચ પણ રમણીય છે. આ બીચ પર તમે અનેક રાઇડ્સ પર પોતાનો હાથ અજમાવી શકો છો. આ ઉપરાંત તમે અહીં ડોલફિન જોઇ શકો છો. સામાન્ય પણે આવા દરિયાઇ જીવો એવી જગ્યાએ જતા હોય છે જ્યા કોઇ પણ પ્રકારનો ઘોંઘાટ થતો ન હોય. આથી જ તેઓ ડપોલી બીચ પર ક્યારેક ક્યારેક જોવા મળે છે.PC:Altafalvi

English summary
Best beaches near Pune are perfect to take a break and spend some time chilling around.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X